રાજકોટના માલવીયાનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં કેટલાક લુખ્ખા તત્વોએ ધોળે દિવસે આતંક મચાવતા એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, એક બાઈક પર ટ્રીપલ સવારીમાં આવેલા શખ્સો હાથમાં લોખંડના પાઈપ અને લાકડીઓ જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા.
આ શખ્સોએ વૃદ્ધ દંપતીને તેમના ઘરની બહાર બોલાવીને બેરહેમીથી માર મારવાનું શરૂૂ કર્યું હતું.આ હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે અને ઘટનાના સીસીટીવી ફૂટેજ તેમજ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલા પાછળ જૂની બોલાચાલી અથવા કોઈ અદાવત કારણભૂત હોઈ શકે છે. હુમલાખોરોએ સરેઆમ કાયદાનો ડર રાખ્યા વિના વૃદ્ધો પર જે રીતે હુમલો કર્યો તેનાથી હાલમાં માલવીયાનગર પોલીસે વાયરલ વીડિયોના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
