બાલાજી હોલ પાસે ઓનલાઈન આઈડીનો ક્રિકેટ સટ્ટો રમતો મોબાઈલનો ધંધાર્થી પકડાયો

શહેરના 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ નજીક પોલીસે દરોડો પાડી ઓનલાઈન આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતા મોબાઈલના ધંધાર્થીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

શહેરના 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ નજીક પોલીસે દરોડો પાડી ઓનલાઈન આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતા મોબાઈલના ધંધાર્થીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, ક્રાઈમ બ્રાંચના એએસઆઈ અનિલ સોનારા હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી, કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલથી ધોળકીયા સ્કૂલ તરફ જતાં રસ્તે સાવલીયા હોસ્પિટલ નીચે આવેલી ખોડલ મોબાઈલ ઝોન નામની દુકાન ધરાવતાં બંસી ડાવરા નામનો શખ્સ પોતાની દુકાનનની બહાર ઉભો રહી મોબાઈલમાં ઓનલાઈન આઈ.ડી.નો સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે પોલીસે તાત્કાલીક દોડી જઈ મોબાઈલના ધંધાર્થી બંસી મનસુખભાઈ ડાવરા રહે.ગ્રીન પાર્ક સોસાયટી શેરી નં.1 બાપા સિતારામ ચોક મવડી ને ઝડપી લઈ તેનો મોબાઈલ તપાસતા તેમાં ઓલ પેનલ એકક્ષચેન્જ-9 નામની આઈ.ડી.ખઉલી હોય જેમાં મુંબઈ ઈન્ડીયન્સ અને હૈદરાબાદ વચ્ચે ચાલતી આઈપીએલ ટી-20 મેચ પર સટ્ટો રમતો હોવાનું ખુલતા પોલીસે તેની ધરપકડ કરી આ આઈ.ડી.કોની પાસેથી લીધી અને કેટલા સમયથી સટ્ટો રમતો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *