નવા થોરાળામાં સ્કૂટરમાંથી 12 હજારનો દારૂ ઝડપાયો : પોલીસને જોઈ ચાલક નાસી છૂટ્યો

શહેરના થોરાળા વિસ્તારમાં રામનગર પાસે પોલીસને જોઈ એક શખસ સ્કૂટર રેઢુ મૂકી નાસી ગયો હતો. પોલીસે સ્કૂટરમાં તપાસ કરતા અંદરથી 48 બોટલ દારૂૂ મળી આવ્યો…

શહેરના થોરાળા વિસ્તારમાં રામનગર પાસે પોલીસને જોઈ એક શખસ સ્કૂટર રેઢુ મૂકી નાસી ગયો હતો. પોલીસે સ્કૂટરમાં તપાસ કરતા અંદરથી 48 બોટલ દારૂૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂૂનો આ જથ્થો અને વાહન સહિત 82 હજારનો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, થોરાળા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જયેશભાઈ રાઠોડએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રીના તેઓ જનરક્ષક 112 માં ડ્રાઇવર ગીરીશભાઈ ભરડા સાથે પેટ્રોલિંગમાં હતા.

દરમિયાન રામનગર સોસાયટી શેરી નંબર 4 નવા થોરાળા પાસે પહોંચતા સફેદ કલરનું જયુપીટર લઇ એક શખસ ઉભેલો હોય પોલીસને જોતા જ આ શખસ વાહન રેઢુ મૂકી નાસી ગયો હતો. બાદમાં હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરમારને જાણ કરતા એએસઆઈ જયેશભાઈ નિમાવત હેડ કોન્સ્ટેબલ વિક્રમ લોખિલ અહીં પહોંચ્યા હતા. જયુપીટરમાં તપાસ કરતા અંદરથી દારૂૂના 48 ચપલા મળી આવ્યા હતા જેથી પોલીસે રૂૂ. 12,000 ની કિંમતનો દારૂૂનો જથ્થો અને વાહન સહિત 82 હજારનો મુદ્દામાલ કબજે કરી પોલીસને જોઈ નાસી ગયેલા શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *