જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપનું ખાતુ ખુુલ્યું: નર્મદામાં ‘ઝાડુ’નું શાસન

ગુજરાતના રાજકારણમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. નર્મદા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ધમાકેદાર પ્રદર્શન કરતા ભાજપ પાસેથી સત્તા…

ગુજરાતના રાજકારણમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. નર્મદા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ધમાકેદાર પ્રદર્શન કરતા ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે. ધારાસભ્ય ચૈતર વસાવાની વ્યૂહરચના અને લોકપ્રિયતાના જોરે ’આપ’ એ નર્મદામાં પ્રથમ વખત કેસરીયા ગઢને તોડીને પોતાનું શાસન સ્થાપ્યું છે.

નર્મદા જિલ્લા પંચાયતની કુલ બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. પરિણામોના આંકડા મુજબ આમ આદમી પાર્ટીએ 14 બેઠકો પર ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીએ માત્ર 06 બેઠકો પર સમેટાઈ. આ પરિણામો સાથે જ નર્મદા જિલ્લામાં ભાજપના વર્ષો જૂના એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે અને હવે જિલ્લા પંચાયત પર ’ઝાડુ’ ફેરવીને આમ આદમી પાર્ટી સત્તાના સૂત્ર સંભાળશે.

આ જીતનો સંપૂર્ણ શ્રેય ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાને જાય છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે જમીની સ્તરના મુદ્દાઓ અને આદિવાસી અધિકારોની વાત મજબૂતીથી ઉઠાવી હતી. 14 બેઠકો પર વિજય મેળવીને તેમણે સાબિત કરી દીધું છે કે નર્મદા જિલ્લામાં હવે તેમનું એકચક્રી શાસન સ્થાપિત થઈ રહ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *