ગેનીબેનના ગઢ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં 3 દાયકા બાદ ભાજપનો કબજો

સ્થાનિક સ્વરાજ્યની મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. તે સિવાય જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓમાં ભાજપે મહાજીત મેળવી છે. ઉપરાંત નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં ભાજપ…

સ્થાનિક સ્વરાજ્યની મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. તે સિવાય જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓમાં ભાજપે મહાજીત મેળવી છે. ઉપરાંત નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં ભાજપ જીત મેળવી રહ્યું છે.

ત્રણ દાયકા બાદ બનાસકાંઠા જિલ્લા પંચાયત પર ભાજપે કબજો મેળવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની 25 બેઠક પર ભાજપે જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે 11 બેઠકો પર જીત મેળવી છે. થરાદ તાલુકા પંચાયતની 24માંથી 23 બેઠક જીતી ભાજપે કબજો મેળવ્યો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી થરાદ નગરપાલિકા પ્રથમ વખત બહુમત સાથે ભાજપે જીતી હતી.

થરાદ વિધાનસભા અંતર્ગતની તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી છે. થરાદ વિધાનસભા અંતર્ગતની જિ.પં., તા.પં. અને નગરપાલિકામાં ભાજપે જીત મેળવી છે. થરાદ વિધાનસભા અંતર્ગતની તમામ 9 બેઠકો ભાજપે જીતી હતી. થરાદ તાલુકા પંચાયતની 24માંથી 23 બેઠક ભાજપે જીતી હતી. કોંગ્રેસનો ગઢ ગણાતી થરાદ નગરપાલિકા પ્રથમ વખત બહુમત સાથે ભાજપે જીતી હતી. થરાદ નપાની 24માંથી 19 બેઠકો પર ભાજપનો પ્રચંડ વિજય થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *