શ્રધ્ધાપાર્કમાં રહેતા પતિ-પત્ની બહારગામ ગયા હોય સવારના સમયે ‘રાજકારણ રમાય ગયુ’ : આ તો સામે આવ્યુ, આવા કેટલાય બોગસ મતદાન થયા હોવાની પ્રબળ આશંકા
ભુતિયા મતદારો ઉપર કાતર ફેરવવા માટે કેન્દ્ર સરકારે એસ.આઇ.આર.ની દેશવ્યાપી ઝૂંબેશ કરી હતી. જો કે આટલી કસરત કરવા છતા બોગસ મતદાનનુ દુષણ તો ડામી શકાયુ નથી જ તેનો પુરાવો ગઇકાલે રાજકોટના રેલનગર વિસ્તારમાં ઓનપેપર સામે આવ્યો હતો. રેલનગરના શ્રધ્ધાપાર્કમાં રહેતા પતિ-પત્નિ સવારથી બપોર સુધી બહારગામ હતા. સાંજે 4:30 વાગ્યે પરત ઘરે આવી મતદાન કરવા માટે દ્રારકેશની સામે આવેલા આરોગ્ય કેન્દ્ર(વોર્ડ ઓફિસ) ગયા હતા. પોલીંગ સ્ટાફે લિસ્ટમાં જોયને કહ્યુ કે તમારા બન્નેના મત તો અપાઇ ગયા છે! આ સાંભળી દંપતિ ચોંકી ઉઠ્યુ હતુ. તેમના તમામ અસ્સલ ઓળખકાર્ડ અને મતદાન માટે શાહીના નિશાન વગરની આંગળી પણ દેખાડી હતી.
શહેરમાં બોગસ વોટિંગની બે ફરિયાદ સામે આવી છે. એક ફરિયાદ વોર્ડ નં.4(મોરબી રોડ)ના વિસ્તારમાં થઇ હતી. જો કે તેમા કોઇ ઠોંસ પુરાવા હજુ સુધી સામે આવ્યા નથી પણ રેલનગરમાં બનેલી બીજી ઘટનાનો સતાવાર અને ઓનપેપર ભાંડાફોડ થયો છે. બન્યુ એવુ કે આસ્થા ચોક નજીક મેઇન રોડ પર આવેલા શ્રધ્ધાપાર્કમં રહેતા હિતેષભાઇ જગદીશભાઇ ઓઝા અને તેમના પત્ની નેપાબેન બન્ને સવારથી જ બહારગામ ગયા હતા.
બપોરે 4 વાગ્યા બાદ ઘરે પરત આવ્યા હતા. એ પછી તેઓ 4:30 વાગ્યે નજીકમાં જ આવેલા તેમના મતદાન બૂથ દ્વારકેશ સામેના આરોગ્ય કેન્દ્રમાં મત આપવા ગયા હતા. અંતિમ કલાકોમાં મતદારોની લાઇનમાં ઉભા રહ્યા અને જ્યારે મતદાનનો વાર આવ્યો ત્યારે ટેબલ પર બેઠેલા સ્ટાફે લિસ્ટમાં જોયને કહ્યુ કે તમારા બન્નેના મત તો અપાઇ ગયા છે! હિતેષભાઇએ તેમની મતદાન માટે શાહીના નિશાન વગરની આંગળી દેખાડી હતી. પોતાના ઓરિજિનલ ઓળખકાર્ડ પણ દેખાડ્યુ હતુ. અસલ ડોક્યુમેન્ટમાં પોતાની સહી પણ દેખાડી હતી. બોરોબાર થઇ ગયેલા મતમાં જે સહી હતી એ પણ બોગસ હોવાનું સાબિત થઇ ગયુ હતુ.
ચૂંટણી સ્ટાફે તેની ગુનાહિત બેદરકારી ઢાંકવા બેલેટમાં કહેવાતું મતદાન કરાવી રવાના કરાયા
ચૂંટણી પંચના નિયમોની લોખંડી વ્યવસ્થા વચ્ચે બોગસ વોટિંગ થાય તેવો કોઇ અવકાશ રહેતો નથી. કાં તો પાર્ટી(ઉમેદવાર) સાથે શેટિંગ હોય કાં તો ડોક્યુમેન્ટ કે સહી વેરીફિકેશન સહિતની પ્રક્રિયામાં ભંભાખાનાની જેમ બેદરકારી દાખવવામા આવી હોય તો જ બોગસ વોટિંગ થઇ શકે. આ બેદરકારી ઢાંકવા માટે ટેબલ પર હાજર ચૂંટણી સ્ટાફ(અધિકારી)એ હિતેષભાઇ ઓઝા અને તેમના પત્ની નીપાબેનને બેલેટ પેપરમાં મત અપાવી રવાના કરી દીધા હતા.
સ્લીપ સોસાયટીની મહિલા કાર્યકરે દબાવી રાખી હોવાનો પણ ઘટસ્ફોટ
બોગસ મતદાનનો ભોગ બનેલા હિતેષભાઇ અને તેમના પત્ની નીપાબેને કહ્યુ હતુ કે, અમારા વિસ્તારની સ્લીપ અમારી સોસાયટીના કોર્નર પર હજુ થોડા સમય પહેલા જ નવા રહેવા આવેલા ભાજપના એક મહિલા કાર્યકરને વિતરણ કરવા અપાઇ હતી. આજુબાજુના બે-ચાર ઘરમાં જ સ્લીપ આપવામા આવી હતી. એ સિવાય અમે જ્યા રહીએ છીએ ત્યા કોઇને સ્લીપ મળી નથી.
