બંગાળમાં TMCને અને ગુજરાતમાં ભાજપને 40-50 વર્ષ કોઇ હટાવી શકશે નહીં

લોકો વિકાસને મત આપે છે, ટીએમસીના સાંસદ યુસુફ પઠાણનું નિવેદન વડોદરાના તાંદલજા વિસ્તારમાં પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (ઝખઈ) ના સાંસદ અને…

લોકો વિકાસને મત આપે છે, ટીએમસીના સાંસદ યુસુફ પઠાણનું નિવેદન

વડોદરાના તાંદલજા વિસ્તારમાં પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (ઝખઈ) ના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે રાજકીય માહોલ ગરમાવતું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જેમ બંગાળમાં ટીએમસી રહેશે તેમ ગુજરાતમાં ભાજપ રહેશે.

આગામી 40 વર્ષ સુધી બંગાળમાં ટીએમસી ક્યાંય નથી જવાની તે નિવેદન પર હું કાયમ છું. ગુજરાતમાં ભાજપને લોકો પસંદ કરે છે અને તેને વોટ આપે છે તેથી ગુજરાતમાં સરકાર રહેશે તેવી જ રીતે બંગાળમાં ટીએમસી કામ કરે છે લોકો તેને પસંદ કરે છે.

તેમણે ઉમેર્યું હતું કે વોટ આપવો આપણો બંધારણીય અધિકાર છે. જે લોકો પાસેથી તમે વિકાસની અપેક્ષા રાખો છો તેમને વોટ આપવો જોઇએ. ગુજરાતમાં જે વિકાસ થયો છે અને કામ થાય છે તેમજ લોકો જાગૃત છે. ગુજરાતમાં હંમેશા વિકાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. પાછલા પાંચ વર્ષમાં ઘણી ફરિયાદ આવી છે, પાણી ભરાયા છે અને અન્ય અસુવિધાઓને પણ જનતા ધ્યાનમાં રાખે છે. ગુજરાતમાં હંમેશા જાગૃત જનતા વિકાસને જ મત આપે છે.

યુસુફ પઠાણે કહ્યું કે, ગુજરાતમાં પણ ભાજપને 40-50 વર્ષ સુધી કોઈ હટાવી નહીં શકે હું એવું કહીશ તો તમને સારું લાગશે. જે રાજ્યમાં જે મજબૂત છે અને લોકો તેને પસંદ કરે છે તે હકીકત છે જે લોકો કામ કરે છે તે પાર્ટીને લોકો વોટ આપે છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ બીજેપીની સરકાર છે કામ કરે છે અને લોકો વોટ આપે છે. બંગાળની ચૂંટણીના આંકડાઓ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે 92 લાખ વોટર્સને બાદ કરતાં ત્યાં 80% મતદાન થયું છે, જે જનતાના વિશ્વાસનું પ્રતીક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *