ઉપલેટામાં નોનવેજની દુકાન ચલાવતા પિતા-પુત્ર ઉપર બે શખ્સોનો હુમલો

ઉપલેટા શહેરમાં જૂની અદાવત અને અગાઉ થયેલા પોલીસ કેસમાં સમાધાન કરવાના મામલે નોનવેજની દુકાન ચલાવતા પિતા અને પુત્ર પર લોખંડના પાઇપ વડે બે શખ્સોએ જીવલેણ…

ઉપલેટા શહેરમાં જૂની અદાવત અને અગાઉ થયેલા પોલીસ કેસમાં સમાધાન કરવાના મામલે નોનવેજની દુકાન ચલાવતા પિતા અને પુત્ર પર લોખંડના પાઇપ વડે બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ધોરાજી દરવાજા પાસે રવિવારે રાત્રે બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી વિગતો મુજબ ઉપલેટામાં ’સંજરી ચિકન સેન્ટર’ નામની નોનવેજની દુકાન ચલાવતા રિયાઝ ઉર્ફે લાલો મુરઘીવાળો (ઉં.વ. 42) એ આ અંગે અકરમ કાદરભાઇ લુલાણીયા અને વસીમ ઉર્ફે બીડી બાબુભાઇ બ્લોચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, રિયાઝભાઈનો પુત્ર રેહાન દરરોજ ધોરાજી દરવાજે રહેતા તેમના માસીની દીકરીના ઘરે રોટલી લેવા જાય છે.

પાડોશમાં રહેતા આરોપી અકરમે અગાઉ પણ રિયાઝભાઈ પર હુમલો કર્યો હતો, જેનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. આરોપી અકરમ આ કેસમાં સમાધાન કરી લેવા માટે અવારનવાર દબાણ કરી ગાળાગાળી કરતો હતો. રવિવારે રાત્રે આશરે પોણા આઠ વાગ્યે જ્યારે રિયાઝભાઈ અને તેમનો પુત્ર રેહાન રોટલી લેવા ગયા ત્યારે આરોપી અકરમે ગાળો આપવાનું શરૂૂ કર્યું હતું. રિયાઝભાઈ તેને સમજાવવા ઘરે ગયા ત્યારે મામલો બિચક્યો હતો. આરોપી અકરમ અને અન્ય આરોપી વસીમ ઉર્ફે બીડીએ લોખંડના પાઇપ વડે પિતા-પુત્ર પર આડેધડ હુમલો કર્યો હતો.

આ હુમલામાં: રિયાઝભાઈ અને પુત્ર રેહાનને ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી છે. હુમલો કર્યા બાદ બંને આરોપીઓએ પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ’સ્વસ્તિક હોસ્પિટલ’ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. ઉપલેટા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 109(1), 117 (2), 115(2), 352, 351(3), 54 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *