કરકસરની ઐસીતૈસી, સમિતિના ચેરમેનોનું ભપકાદાર પદગ્રહણ

દેખાડવાના જુદા અને ચાવવાના જુદા : કોર્પોરેશનમાં 15 સમિતિની ઓફિસ, લોબી મધમઘતી કરવા રૂ.35 હજારના ફૂલોનો શણગાર રાજકોટની જનતાના પરસેવાની કમાણીનો કેવો બેફામ દૂરઉપયોગ થતો…

દેખાડવાના જુદા અને ચાવવાના જુદા : કોર્પોરેશનમાં 15 સમિતિની ઓફિસ, લોબી મધમઘતી કરવા રૂ.35 હજારના ફૂલોનો શણગાર

રાજકોટની જનતાના પરસેવાની કમાણીનો કેવો બેફામ દૂરઉપયોગ થતો હોવાનો જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલી લાખો રૂૂપિયાની કટકીના વિવાદ વચ્ચે પણ મનપાની નવી ચૂંટયેલી બોડી જનતાના ખર્ચે ઠાઠમાઠ ભોગવવામા હજુ પણ પાછુ વળીને જોતા નથી. આજે મનપાની 15 પેટા સમિતિના ચેરમેનું પદગ્રહણ હતુ. ભપકો એવો થયો કે જાણે કોઇ પ્રાઇ મિનિસ્ટરનો પદગ્રહણ સમારોહ હોય! તમામ સમિતિના ચેરેમનની ઓફિસ, આખી લોબી મઘમઘતી કરવા માટે જાણે આખો બગીચો મનપા કચેરીમાં લઇ આવવામા આવ્યા હોય તેવા મોંઘાદાટ ફૂલોનો શણગાર કરાયો હતો.

પદાધિકારીઓની ચેમ્બર અને લોબીના શણગારની જવાબદારી ગાર્ડન શાખાને સોંપવામા આવી હતી(પડદા પાછળ શાસકો). અહીં પણ મોંઘાદાટ રેટ કોન્ટ્રાક્ટનો કડદો થયો હતો. રૂૂ.35 હજારથી વધુના ખર્ચે ખુશ્બુદાર ફૂલોનો શણગાર કરવામા આવ્યો હતો. એકબાજુ મેયર ડો.નેહલ શુક્લ કરકસરની વાતો કરે છે. અભિગમ બેશક સારો છે. પણ તેમના વડપણ હેઠળ દેખાડવાના જુદા અને ચાવવાના જુદા જેવા દ્રશ્યો આજે સર્જાયા હતા. 15 કમિટીના સભ્યો પદગ્રહણ કરીને જનતાની સેવા માટેનો કારોભાર સંભાળી લે એ વાત સારી છે પણ જનતાની સેવા ભપકાદાર પદગ્રહણ અને ફોટોસેશન સાથે કરીને પ્રજાના પરસેવાના પૈસાનો વેફડાટ છૂટથી થયો હતો.

રૂ.700નો એક એવા 15થી વધુ મસમોટા બુકે આવ્યા,મીઠા મોઢા કરાવવા મીઠાઇના બોક્સ અલગ
ઠાઠમાઠમાં કોઇ કસર ન રહેવી જોઇએ! પ્રજાના ખર્ચે મનભરીને ઠાઠ માણી જ લ્યો. તેવુ માનતા શાસકપક્ષના સભ્યોએ આજે વધુ એકવખત સાબિત કરી દીધુ હતુ કે, પ્રજામાંથી દેકારો થવો હોય તો ભલે થાય, ઠાઠમાઠ વગર તો નહીં જ ચાલે! સમિતિના ચેરમેનોની ચેમ્બર અને લોબીમાં તો મોંઘાદાટ ફૂલોનો શણગાર થયો જ હતો પણ તમામ 15 ચેરમેનોના ટેબલ પર રૂૂ.700નો એક એવા રજવાડી બુકે પણ મુકવામા આવ્યા હતા. આ સિવાય શુભેચ્છકોને મીઠા મોઢા કરાવવા માટે મીઠાઇના બોક્સ પણ જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *