જુગાર રમી રહેલા 10 આરોપીઓની અટકાયત, 6.43 લાખની માલમતા કબજે કરાઈ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મેટીયા ગામમાં રહેતા જયદીપસિંહ હરદેવસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા પોતાના રહેણાક મકાનમાં જુગાર ધામ ચલાવાઈ રહ્યું છે, અને કાલાવડ અને રાજકોટ પંથક ના કેટલાક પત્તાપ્રેમીઓને એકત્ર કરીને જુગારનો અખાડો ચલાવવામાં આવી રહ્યો છે, તેવી બાતમી ના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે દરોડો પાડ્યો હતો, અને દસ આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 6 લાખ 42 હજારની માલમતા કબજે કરી છે.
જામનગર જિલ્લા પોલીસ દ્વારા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂૂપે દરોડા દરમિયાન જુગાર રમતા ઈસમો સામે કાર્યવાહી કરતા બીપીનભાઈ વસ્તાભાઈ વકાતર રહે હડીયાણા ગામ, મનીષભાઈ રમેશભાઈ દામા રહે નંદનવન-1 રણજીતસાગર રોડ જામનગર, કુલદીપસિંહ લાલુભા જાડેજા રહે પુનીતનગર ગાંધીનગર જામનગર, શક્તિસિંહ લાલુભા જાડેજા રહે પુનીતનગર ગાંધીનગર જામનગર તેમજ ભરતભાઈ મનસુખભાઈ પરમાર રહે ગુલાબનગર સિન્ડિકેટ સોસાયટી જામનગરને ઝડપીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જામનગર જિલ્લા પોલીસ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગામી સમયમાં પણ સખત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
