આંબેડકરનગરમાં બાળકોના ઝઘડામાં મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા

રાજકોટ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા રમીલાબેન નારણભાઈ ચાવડા દ્વારા વિશાલ રૂૂડાભાઈ બાબુતર નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર, 20 એપ્રિલના રોજ…

રાજકોટ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા રમીલાબેન નારણભાઈ ચાવડા દ્વારા વિશાલ રૂૂડાભાઈ બાબુતર નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર, 20 એપ્રિલના રોજ સાંજે આશરે સાડા પાંચ વાગ્યાની આસપાસ ફરિયાદીનો નાનો પુત્ર નીરવ આઈસ્ક્રીમ લેવા નીકળ્યો હતો.ત્યારે તેને આરોપીના પુત્ર સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. રડતા રડતા ઘરે આવેલા પુત્રની વાત જાણીને જ્યારે ફરિયાદીનો મોટો પુત્ર રોનક આરોપીના ઘરે સમજાવવા ગયો, ત્યારે આરોપી વિશાલ બાબુતરે ઉશ્કેરાઈ જઈને તેને ગાળો આપી હતી અને પ્લાસ્ટિકના પાઈપ વડે માર માર્યો હતો.

જ્યારે આ બાબતે જાણ થતા ફરિયાદી રમીલાબેન પોતે આરોપીના ઘરે ગયા, ત્યારે આરોપીએ તેમને જાહેરમાં જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી હડધૂત કર્યા હતા. આરોપીએ ’તમારાથી થાય તે કરી લો’ તેવી ધમકી આપીને ફરિયાદીને હડસેલી દીધા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત પુત્ર રોનકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે માલવીયાનગર પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 115(2), 352, એટ્રોસીટી એક્ટ અને જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ દ્વારા નોંધાયેલા આ પ્રથમ માહિતી અહેવાલ મુજબ, આરોપીએ હથિયારબંધીના જાહેરનામાનો પણ ભંગ કર્યો છે. આ કેસની તપાસ હાલમાં નાયબ પોલીસ અધિક્ષક ભરતકુમાર જોઈતારામ ચૌધરીને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *