ગૌરીદડ ગામની વાડીમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો : 7 ઝડપાયા

પટ્ટમાંથી રૂા.73300ની રોકડ કબજે કરતી પોલીસ શહેરની ભાગોળે મોરબી રોડ પર ગૌરીદડ ગામની સીમમાં વાડીમાં ચાલતાં જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પત્તા ટીચતા સાત શખ્સોને…

પટ્ટમાંથી રૂા.73300ની રોકડ કબજે કરતી પોલીસ

શહેરની ભાગોળે મોરબી રોડ પર ગૌરીદડ ગામની સીમમાં વાડીમાં ચાલતાં જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પત્તા ટીચતા સાત શખ્સોને ઝડપી લઈ પટમાંથી રૂા.73300ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, ક્રાઈમ બ્રાંચના એએસઆઈ અનિલ સોનારા હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી, કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, રાજેશ ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન રાજકોટ મોરબી હાઈ-વે પર મારવાડી કોલેજની આગળ ગૌરીદડ ગામની સીમમાં ચંદુભાઈ બચુભાઈ અજાણીની વાડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પત્તા ટીચતા વાડી માલીક ચંદુભાઈ અજાણી ઉપરાંત ચંદુભાઈ નાગજીભાઈ હિરાણી, નરેન્દ્ર રણજીતભાઈ ડોડીયા, રાજેશ ગોરધનભાઈ ગેડીયા, પ્રવિણ ગોવિંદભાઈ મકવાણા, શૈલેષ દેવજીભાઈ કેરાડીયા અને દિનેશ મગનભાઈ લીંબાસીયાને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.73300ની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *