જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જાહેરમાં ફટાકડા ફોડી, કેક કાપી બર્થ-ડે ઉજવ્યો

કેશોદમાં ગત મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. કેશોદના ભરચક ગણાતા ચાર ચોક વિસ્તારમાં જિલ્લા ભાજપ પ્રમુખ…

કેશોદમાં ગત મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. કેશોદના ભરચક ગણાતા ચાર ચોક વિસ્તારમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી દરમિયાન જાહેર રસ્તા પર જ કેક કાપવામાં આવી, ફટાકડાં ફોડ્યા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતાં. જેના કારણે સામાન્ય જનતામાં અનેક ચર્ચાઓ જાગી છે. આ કાર્યક્રમમાં માત્ર જિલ્લા પ્રમુખ જ નહીં પરંતુ કેશોદના ધારાસભ્ય દેવા માલમ સહિત અનેક ઉમેદવારો અને સ્થાનિક નેતાઓ પણ ઉત્સાહભેર સહભાગી થયા હતા.

સામાન્ય રીતે શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના જવાબદાર હોદ્દેદારો જ્યારે જાહેર માર્ગો પર આ પ્રકારે એકત્રિત થઈને ઉજવણી કરે તો સ્થાનિકોમાં સવાલો ઉભા થયા છે. એક તરફ જ્યારે વહીવટી તંત્ર દ્વારા કડક નિયમોના પાલનની વાતો કરવામાં આવતી હોય છે, ત્યારે સત્તાધારી પક્ષના જ જવાબદાર પ્રતિનિધિઓની હાજરીમાં ફટાકડા ફોડીને જાહેરમાં ધાંધલ-ધમાલ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફટાકડાના ગુંજતા અવાજો અને રસ્તા પર લાગેલી ભીડને કારણે મોડી રાત્રે શાંતિનો ભંગ થયો હતો અને કાયદાનું જાહેરમાં ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *