અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ભાક્ષી ગામમાં પ્રેમસંબંધના અગાવના મનદુ:ખ રાખી હુમલો કર્યા બાદ સારવાર દરમ્યાન મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો.
અમરેલી જિલ્લામા રાજુલા તાલુકાના ભાક્ષી ગામની સીમમાં ખેતરમાં સુતેલા દિનેશભાઈ ટભાભાઈ સોલંકીની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલા બાદ સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત થતા હવે મામલો હત્યામાં પલટાયો છે રાજુલા પોલીસ હત્યાની ઘટનાની ગંભીરતા સમજી દોડતી થઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમા રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી રાજેશ ઉર્ફે રાકેશ ભનુભાઈ સોલંકી,સુરસિંહ ભનુભાઈ સોલંકી બંને રેહવાસી ધારેશ્વર,કેવલ રે.નવી માંડરડી સામે હત્યાનો રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે હત્યાના ગુન્હામાં આરોપી સામે કાર્યવાહી કરવા માટે તપાસ હાથ ધરી છે.
ફરીયાદી નરશીભાઈ ટભાભાઇ સોલંકીએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં મૃતક દિનેશભાઇ સોલંકીએ એક વર્ષ પહેલા તેમના કુટુંબીભાઈ ભનુભાઈની દીકરી સોનલ સાથે પ્રેમસંબંધ હતા જેથી તેને મોરબી ભગાડી લઈ ગયો હતો જેથી આ આરોપી રાજેશ ઉર્ફે ભનુભાઈ સોલંકીએ મૃતક સામે મળે ત્યારે ધમકીઓ આપતા હતા અને આ સોનલ મૃતકના સાથે મોરબી બે મહિના સુધી રાખી બાદ સોનલ તેના પિતાના ઘરે આવતી રહી હતી જેનું આ મૃતક તથા આરોપીઓ વચ્ચે મન દુ:ખ ચાલતું હતું.
મૃતક તારીખ 18/04-2026ના રોજ મોરબીથી ભાક્ષી ગામ કાળુભાઈની વાડીએ મજૂર લેવા માટે આવ્યા હતા અને મૃતક સુતા હતા તેવા સમયે રાત્રીના સાડા આઠેક વાગે આ ત્રણેય આરોપીઓ સાથે એકસંપ બની બાઇક લઈ આવી વાડીમાં આવી મૃતકને થોડે દૂર લઇ જય કહેલ તું મારી બહેનને કેમ ભગાડી લઈ ગયો હતો જેથી અમારી આબરૂૂ જતી રહી હતી તેમ કહી મૃતકને ગાળો આપી આરોપી રાજેશ ઉર્ફે રાકેશે પોતાના પેન્ટ માંથી પટો કાઢી તથા અન્ય આરોપી દોરી પટા વડે મૂંઢ મારામારી કરી આખા શરીર પર જીવલેણ ઇજાઓ કરી દુખાવો થતા વાડીમાં મૂકી આરોપીઓ ફરાર થયા હતા ત્યારબાદ અમરેલી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી આ સારવાર દરમ્યાન મોત થતા મામલો હત્યામાં પલટાયો છે.
રાજુલા પંથકમા હત્યાની ઘટના બાદ રાજુલા પી.આઈ. વિજય કોલાદ્રા તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે અને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી કવાયત હાથ ધરી છે.
