ભાવનગર જિલ્લાના તળાજા ના રામટેકરી રોડપર રહેતા જીવન ની અડધી સદી વટાવી ચૂકેલા સોની દંપતિ ની તેમનાજ ઘરમા સુઈ ગયા બાદ બળેલી લાશ મળી.પ્રાથમિક ઘટના આગ થી મોત ની લાગી રહી છે પરંતુ પથારી અને રૂૂમ નું પોલીસ અને એફ.એસ.એલ ની ટીમે બારીકાઈ જે નિરીક્ષણ કર્યું તેને લઈ આખીય ઘટના રહસ્યમય લાગી રહી છે.આથી પોલીસે ભાવનગર સ્થિત એક્સપર્ટ ટીમ પાસે વૈજ્ઞાનિક ઢબે પી.એમ કરાવ્યું છે. બીજી તરફ અનેક સવાલો પેદા કરતી આ ચકચારી ઘટના ને લઈ પોલીસે મૃતક દંપતી ના પુત્ર પુત્રવધૂ અને રાત્રે ગોળોખાવા અને ચા પીવા ગયેલા મિત્રો ની પ્રાથમિક પૂછપરછ શરૂૂ કરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
ભાવનગર પોલીસ માટે કોયડા સમાન તળાજા ના સોની દંપતી ના મોત ની ઘટના લોકો ગણાવી રહ્યાછે.વૈઠા કિશોરભાઈ વેલજીભાઈ અને તેના પત્ની રેખાબેન ની જે રીતે અર્ધ બળેલ હાલત મા જે રીતે પોલીસ ને બંને ની લાશો મળી છે તેને લઈ જિલ્લા ભરમાં ચર્ચા નો વિષય બન્યો છે.
પી.એમ.થયા ને 48 કલાક થઈ ગયા છે એટલે પ્રાથમિક રિપોર્ટ ગંભીર કેસ હોય એક્સપર્ટ દ્વારા આપવામા આવશે.જેના પરથી પોલીસ ને મોત નું પ્રાથમિક કારણ ખબર પડી જતી હોય છે.જોકે પોલીસે મૃતક દંપતી ના મોબાઈલ જે આગ લાગવા છતાંય નુકશાન પામ્યા નથી તે કબ્જે લીધા છે.બપોરે મૃતક ના પુત્ર અને પુત્રવધુ ને પોલીસ મળી હતી અને પ્રાથમિક પૂછ પરછકરી હતી.બાદ મોડીરાત થી આ ઘટના સામેં આવી ત્યાં સુધી સાથે ત્રાપજ ગોળો ખાવા અને ધારડી ચા પીવા ગયેલા મિત્રો ની પણ પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી હોવાની વાતે ચકચાર જગાવી છે.પોલીસ નું કહેવું છેકે તપાસ ચાલી રહી છે.
બીજી તરફ પોલીસ ને આગલાગી હોય અને અમોએ જોઈ હોય તેવું કહેનાર હજુ કોઈ મળ્યુ નથી. વાત સાંભળવા મળી રહી છેકે રૂૂમમાં ધુમાડો હતો.એ ધુમાડા ના કારણે ગળામાં બળતરા થતી હતી.જોકે પોલીસ રૂૂમમા પહોંચી ત્યારે પણ આસાની થી શ્વાસ લેવાતો ન હતો.આગ લાગ્યા ના છત કે દીવાલ કે ફર્નિચર મા ક્યાંય ચિહ્નો સીધાંજ જોવા મળે તે મળ્યા નથી.ઓછાડ અધુરો બળે અને જો વસ્ત્રો પહેર્યા હોય અને તે સંપૂર્ણ બળી જાત તે કેમ બને? તેવા સવાલો અહીં દોડી ને આવેલ પોલીસ સહિત સૌ કોઈને થઈ રહ્યા છે. પોસ્ટમોર્ટમ બાબતે જાણકાર નું કહેવું છેકે મોત થયા પહેલા આગ અને ધુમાડો હશે તો તે ફેફસા અને શ્વાસ નળી મા ચિહ્નો જણાય આવે છે.
