પહેલા ભોગ બનનારને બેફામ માર્યો, બાદમાં ખિસ્સામાંથી પૈસા લૂંટી નાસી ગયા
જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં એક યુવાન પર હુમલો કરી રૂૂપિયા 1500 છીનવી લેવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં ત્રણ આરોપીઓએ એકસાથે મળી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં હુમલા અને લૂંટ અંગેનો ગંભીર ગુનો નોંધાયો છે.
પોલીસ ફરિયાદ મુજબ તા. 17 એપ્રિલની રાત્રે આશરે 11.00 વાગ્યે આદિત્યરાજસિંહ અનિરુદ્ધસિંહ સોલંકી (ઉ.વ.18) દુધ લેવા માટે શંકર ટેકરી ખાતે આવેલી એક દુકાને ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર આરોપી લાલો બ્લોચ, કાસમ બ્લોચ અને અબુ બ્લોચે તેમને અટકાવી અહીં કેમ આવ્યો છે કહી ઝઘડો શરૂ કર્યો હતો.
ફરિયાદીએ જવાબ આપતા ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ગાળો આપવા લાગ્યા હતા. ફરિયાદીએ ગાળો આપવા ના પાડતા આરોપીઓએ એકસાથે મળી તેમને ઢીકાપાટુંનો માર મારી મુંઠ વડે મોઢા પર તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ખિસ્સામાંથી બળજબરીપૂર્વક રૂૂપિયા 1,500 છીનવી લીધા હતા. આ બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ધ્રોલાન ભેંસદડમાં વાડીમાં કામ કરતો શ્રમિક અચાનક ઢળી ગયો
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની મનીષ ભરતભાઈ પરમાર નામના 20 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાનને ગઈકાલે પોતાની વાડીએ એક ચક્કર આવ્યા બાદ બેભાન થઈને ઢળી પડ્યો હતો. તેને સારવાર માટે ધ્રોળ અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતક ના પિતા ભરતભાઈ પરમાર એ પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે કે દલસાણીયા રાજકોટની હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને શ્રમિક યુવાનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને તેના મૃત્યુનું કારણ જાણવા માટે વધુ તપાસ ચલાવાઇ રહી છે.
