જસદણના સાણથલીના પ્રૌઢે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

જસદણનાં સાણથલી ગામે રહેતાં પ્રૌઢ ઘરેથી ગોંડલ જવાનું કહી નીકળ્યા બાદ વાડીએ પહોંચી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. પ્રૌઢનાં આપઘાતથી પરિવારમાં શોકની લાગણી…

જસદણનાં સાણથલી ગામે રહેતાં પ્રૌઢ ઘરેથી ગોંડલ જવાનું કહી નીકળ્યા બાદ વાડીએ પહોંચી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. પ્રૌઢનાં આપઘાતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણના સાણથલી ગામે રહેતા ગીરીશભાઈ પરસોતમભાઈ પણસારા નામના 45 વર્ષના પ્રૌઢ ઘરે ગોંડલ જવાનું કહી નીકળ્યા બાદ પોતાની વાડીએ પહોંચ્યા હતાં. જ્યાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પ્રૌઢના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

બીજા બનાવમાં ધ્રોલના લયારા ગામે કામ કરતાં મોટાભાઈના ઘરે આંટો મારવા આવેલા સુખદેવ રામચંદ્રભાઈ ભીલ નામનો 18 વર્ષનો રાજસ્થાની યુવાન બિમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવકનું રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજયું હતું. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *