રાજકોટ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે જીલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહી અંતર્ગત ગોંડલ અને જેતપુર અને ભાડલા વિસ્તારમાં ત્રણ મહત્વના દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન પોલીસે રૂૂ.6.61 લાખનો વિદેશી દારૂૂ અને કાર મળી કુલ રૂૂ. 13,67,622નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે જીલ્લામાં દારૂૂની હેરફેરી કરતા તત્વો સામે કાયવાહી કરવા સુચના આપવામાં આવી હોય જે અન્વયે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના ભોજરાજપરા બીટ વિસ્તારમાં પોલીસને બાતમી મળી હતી કે ગોંડલ-વોરાકોટડા રોડ પર પંચપીરની ધાર પાસે વોકળાના કાંઠે બાવળની ઝાળીઓમાં દારૂૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડતા આઈ-20 કાર નં. જીજે 03 કે સચી 8847 મળી આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 34 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂૂ. 3,12,700 આંકવામાં આવી છે. પોલીસે રૂૂ. 5 લાખની કાર અને દારૂૂ મળી કુલ રૂૂ. 8,12,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં આરોપી એજાજ ઉર્ફે કેસેટ યુસુફભાઇ સલોટ (રહે. ગોંડલ આવાસ ક્વાર્ટર્સ) દરોડા દરમિયાન હાજર મળી આવ્યો ન હોવાથી તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
બીજ દરોડામાં જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળાથી હનુમાન ખીજડીયા જવાના રસ્તે, વસંતભાઇ ભુવાના ખેતર પાસે એક મારૂૂતિ સુઝુકી સ્વિફ્ટ કાર નં. જીજે 03 ઈએલ 0481 રોડ સાઈડમાં ઝાડ સાથે ભટકાયેલી હાલતમાં મળી આવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે કારનો ચાલક વિદેશી દારૂૂની હેરાફેરી કરી રહ્યો હતો, પરંતુ અકસ્માત સર્જાતા તે કાર મૂકીને નાસી છૂટ્યો હતો. કારની તલાશી લેતા તેમાંથી 180 એમ.એલ. માપના વિદેશી દારૂૂના કુલ 1584 ચપલા કિંમત રૂૂ.2,54,922 મળી આવ્યા હતા. પોલીસે રૂૂ. 3 લાખની કિંમતની સ્વિફ્ટ કાર, દારૂૂ અને વાહન મળી કુલ રૂૂ. 5,54,922નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ત્રીજા દરોડામાં ભાડલા પોલીસ સ્ટેશન હેઠળના દહીંસરા ગામેથી પોલીસે વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. દહીંસરા ગામની સીમમાં આવેલી દિપકભાઈ મેરામભાઈ માલકીયાની વાડીમાં પોલીસે બાતમીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વાડીમાં વાવેલા લીલા ઘાસમાં સંતાડેલી 95,000ના વિદેશી દારૂૂના 380 નાના ચપલા મળી આવ્યા હતા. આ ત્રણ દરોડામાં પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પૂર્વે પોલીસની આ સક્રિયતાને કારણે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
