ટ્રાફિક સિગ્નલ પર થયેલી માથાકૂટનો ખાર રાખી મક્કમ ચોકમાં કારચાલક પર હુમલો

રાજકોટ શહેરના મક્કમ ચોક પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક કાર ચાલક યુવાન પર બે અજાણ્યા મોટરસાઈકલ સવારોએ હિંસક હુમલો કર્યો હતો.…

રાજકોટ શહેરના મક્કમ ચોક પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક કાર ચાલક યુવાન પર બે અજાણ્યા મોટરસાઈકલ સવારોએ હિંસક હુમલો કર્યો હતો. ફરિયાદી અનિરુદ્ધભાઈ જોરૂૂભા કરપડા (ઉંમર 25), જેઓ રઘુનંદન સોસાયટીમાં રહે છે અને ક્રિકેટના દડાનો વ્યવસાય કરે છે, તેમણે આ અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના 16 એપ્રિલ 2026ના રોજ સવારના આશરે 10:00 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે ફરિયાદી પોતાની ફોર્ચ્યુનર જેવી ડઞટ ગાડી (નંબર ૠઉં 33 ઇ 5501) લઈને વાળ કપાવવા સાધુ વાસવાણી રોડ તરફ જઈ રહ્યા હતા. મક્કમ ચોક પાસે સિગ્નલ બંધ હોવાથી તેઓ ઉભા હતા ત્યારે સ્પ્લેન્ડર મોટરસાઈકલ પર સવાર બે શખ્સોએ આવીને તેમની ગાડીના કાચ પર જોરથી ઢીકો માર્યો હતો અને ગાડી સાઈડમાં રાખવા દબાણ કર્યું હતું.

ફરિયાદીએ જ્યારે પોતાની ગાડી સાઈડમાં લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે મોટરસાઈકલની પાછળ બેઠેલા શખ્સે નીચે ઉતરીને કારનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. આ હરકતથી ગભરાઈ ગયેલા અનિરુદ્ધભાઈએ તરત જ પોતાની ગાડી યુ-ટર્ન મારીને ઘર તરફ ભગાવી મૂકી હતી. જોકે, હુમલાખોરોએ તેમનો પીછો છોડ્યો નહોતો અને રસ્તામાં તેમને આંતરીને ધમકી આપી હતી કે “તુ જેમ ભાગીશ તેમ તને વધુ મારીશું.” પીછો કરી રહેલા શખ્સો સતત ગાળાગાળી કરતા હતા, જેના કારણે ફરિયાદીએ ચાલુ ગાડીએ પોતાના મિત્ર અમરદીપને ફોન કરીને જાણ કરી હતી અને ફોન ચાલુ જ રાખ્યો હતો. ટ્રાફિક વચ્ચે પણ આરોપીઓ સતત કાર પર પ્રહાર કરતા રહ્યા હતા.

જ્યારે ફરિયાદી પોતાની સોસાયટી પાસે પહોંચ્યા ત્યારે ત્યાં તેમના મિત્રો હાજર હતા, છતાં આરોપીઓએ બેખોફ બનીને હુમલો ચાલુ રાખ્યો હતો. મોટરસાઈકલ પાછળ બેઠેલા શખ્સે રસ્તા પર પડેલી કાચની ખાલી બોટલ ઉઠાવીને અનિરુદ્ધભાઈના જમણા હાથની હથેળી પર જોરથી ઘા કર્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. બીજા શખ્સે પથ્થર મારો કરીને ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું. હુમલા બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક લોટસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *