ટોરેન્ટોમાં મેડિકલ કામે બહાર જતા પટેલ દંપતીનું દુર્ઘટનામાં મોત

કેનેડામાં હાઈવે 69 પર થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક ગુજરાતી દંપતીનું મોત થયું છે. આ કપલની ટોરન્ટોમાં મેડિકલ અપોઈન્ટમેન્ટ હતી, વિનોદ પટેલ અને તેમના પત્ની…

કેનેડામાં હાઈવે 69 પર થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક ગુજરાતી દંપતીનું મોત થયું છે. આ કપલની ટોરન્ટોમાં મેડિકલ અપોઈન્ટમેન્ટ હતી, વિનોદ પટેલ અને તેમના પત્ની શિલ્પા પટેલ નોર્ધન ઓન્ટારિયોના બ્રિટ નજીકના હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એપ્રિલ 07ના રોજ આ અકસ્માત થયો હતો. વિનોદ પટેલને થોડા સમય પહેલા જ બ્રેઈન સર્જરી થઈ હતી જેના ફાઈનલ ફોલોઅપ માટે તેઓ હોસ્પિટલ જઈ રહ્યા હતા પરંતુ તે જ વખતે તેમની કાર અકસ્માતને ભેટતા તેમની સાથે તેમના પત્નીનુ પણ કમકમાટીભર્યું મોત થયું હતું.

જે પટ્ટામાં આ એક્સિડન્ટ થયો હતો તે ટુ લેનનો હોવાથી અગાઉ પણ તેના પર આવા જ અકસ્માત થઈ ચૂક્યા છે. આ રસ્તાને ફોર લેન કરવામાં આવે તેવી ઘણા સમયથી માગ થઈ રહી છે તઓન્ટારિયો પ્રોવિન્શિયલ પોલીસના જણાવ્યા અનુસાર સવારે સાત વાગ્યે અકસ્માતની માહિતી મળતા એક ટીમને ત્યાં રવાના કરવામાં આવી હતી. વિનોદ પટેલ અને શિલ્પા પટેલના પરિવારજનોને આશંકા છે કે અકસ્માત થયો તે પહેલા તેમની કાર બ્લેક આઈસને કારણે સ્લીપ થઈ હોઈ શકે છે.

જોકે, પોલીસે આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ નથી કરી. ઓન્ટારિયો પ્રોવિનિશ્યિલ પોલીસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે. પટેલ દંપતીનું મોત થયું તેના બે જ દિવસ બાદ હાઈવે 69 પર થયેલા વધુ એક અકસ્માતમાં એક શખસનું તે જ લોકેશન પર મોત થઈ ગયું હતું. મૃતકના દીકરા અર્શ અને યુગ પટેલે આ અંગે લોકલ ન્યૂઝ ચેનલ ઈઇઈ સાથે વાત જણાવ્યું હતું કે હાઈવે ટુ લેનનો હોવાના કારણે અત્યારસુધી આટલા અકસ્માત થયા હોવા છતાંય કેમ તેનું એક્સપાન્શન કરવામાં નથી આવતું? વિનોદ પટેલના 22 વર્ષીય દીકરા અર્શે ઈઇઈને આપેલા ઈન્ટરવ્યુમાં એવો સવાલ ઉઠાવ્યો હતો કે આ કોઈ પહેલો અકસ્માત નથી અને અકસ્માતોની વણઝાર ઘણા લાંબા સમયથી યથાવત છે, એડમિનિસ્ટ્રેશન પાસે હાઈવેને પહોળો કરવા માટે પૂરતો સમય હતો પરંતુ તેમ છતાંય આ કામ હજુ સુધી નથી થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *