ભરૂૂચમાં ચૂંટણી વચ્ચે મુમતાઝ પટેલની એકસ પર પોસ્ટથી ચર્ચા એ જોર પકડ્યું છે. મુમતાઝ પટેલે પાર્ટીમાં એકતા ન હોવાનો મુદ્દો ખુલ્લેઆમ ઉઠાવ્યો છે. એકજુટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી એવું નિવેદન એકસ પર પોસ્ટ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ચૂંટણી જીતવા માટે સંગઠન મજબૂત કરવાની સલાહ આપી છે. કોંગ્રેસમાં આંતરિક મતભેદ હોવાના સંકેતો પણ સ્પષ્ટ જોવા મળ્યા છે.
કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રી અને કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર કરેલી એક પોસ્ટને કારણે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. કોંગ્રી નેતા મુમતાઝ પટેલે પક્ષના આંતરિક વિખવાદ અને જૂથવાદ પર ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે.
મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. મુમતાઝ પટેલે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો પાર્ટીમાં એકતા નહીં હોય તો પ્રચાર કરવા પાછળનો કોઈ જ તર્ક રહેતો નથી. તેમણે કાર્યકરો અને નેતાઓને આળસું બતાવીને કહ્યું કે, માત્ર દેખાવ ખાતર પ્રચાર કરવાથી જીત મળતી નથી. ચૂંટણી જીતવા માટે સંગઠન મજબૂત હોવું અનિવાર્ય છે.
મને પ્રચાર માટે બોલાવી રહ્યા છેપણ ભરૂૂચ કોંગ્રેસ માટે સ્પષ્ટ અને કડવો સંદેશ એકજુટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. પહેલા આંતરિક ગોઠવણી કરીને એક થવું પડશે, નહીં તો પ્રચાર ફક્ત ઔપચારિકતા બની રહેશે. જીતવી છે તો પહેલા પોતાને જ મજબૂત બનાવવું પડશે. સોશિયલ મીડિયામાં મુમતાઝ પટેલે કરેલી એક પોસ્ટથી પાર્ટીમાં નેતાઓ વચ્ચે ચાલી રહેલા મનભેદ હવે સપાટી પર આવ્યા છે. પાયાના સ્તરે સંગઠન નબળું હોવાથી ચૂંટણી પ્રચાર બિનઅસરકારક સાબિત થઈ રહ્યો હોવાનો સુર ઉઠ્યો છે. એકબાજુ ભાજપનું પોતાનું માળખું મજબૂત કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણને કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે.
