ગોંડલમાં ચૂંટણી પહેલા જ ભગવો છવાયો, કુલ 44માંથી 23 બેઠકોમાં બિનહરીફ

ગોંડલ નગરપાલિકા નાં કુલ 11 વોર્ડ ની 44 બેઠક ની આગામી તા. 26 નાં ચુંટણી યોજાનાર છે. ત્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ભાજપ…

ગોંડલ નગરપાલિકા નાં કુલ 11 વોર્ડ ની 44 બેઠક ની આગામી તા. 26 નાં ચુંટણી યોજાનાર છે. ત્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ભાજપ ની 23 બેઠકો બીનહરીફ થતા ચુંટણી પહેલા જ ભાજપે બહુમત હાંસલ કરી લીધી છે.

જ્યારે તાલુકા પંચાયત ની કુલ 22 પૈકી 1 બેઠક પર ભાજપ નાં ઉમેદવાર બીનહરીફ થયા છે. ઉમેદવારી પરત ખેંચવાની તા. 15 નાં વોર્ડ નંબર-1, વોર્ડ નંબર-6 , વોર્ડ નંબર-9 તથા વોર્ડ નંબર-11 ની ભાજપ પેનલો બીનહરીફ જાહેર થઈ હતી. જ્યારે વોર્ડ નંબર-2 માં એક બેઠક, નંબર-7 માં બે બેઠકો અને વોર્ડ નંબર-10 માં 1 બેઠક પર ભાજપ નાં ઉમેદવાર બીનહરીફ જાહેર થતા ભાજપ નાં કુલ 20 ઉમેદવારો બીનહરીફ બન્યા છે.
જ્યારે 3 અન્ય મળી 23 બેઠક પર ભાજપ નો ભગવો લહેરાયો હતો. જ્યારે તાલુકા પંચાયત ની કુલ 22 બેઠકો પૈકી દાળીયાની બેઠક પર ભાજપનાં મંજુલાબેન મનીષભાઈ પીપળીયા બીનહરીફ થયા છે.

નગરપાલિકામાં ભાજપ નાં બીનહરીફ થયેલા ઉમેદવારો માં વોર્ડ નંબર-1 માં રાજેન્દ્રસિંહ જાડેજા, ગૌતમભાઇ સિંધવ, મયુરીબેન આચાર્ય, દિપાલીબેન વાડોદરીયાવ વોર્ડ નંબર-2 હર્ષદભાઈ વાઘેલા, વોર્ડ નંબર-7 મનિષાબેન ગોવાણી, પાયલબેન પીપળીયા વોર્ડ નંબર-9 મિતલબેન નિમાવત (ઘાનાણી) બીનાબેન રોકડ, દિનેશભાઈ ઉમરાણીયા, અશ્વિનભાઈ પાંચાણી, વોર્ડ નંબર-11 આરતીબેન ટોળીયા, કોમલબેન જરેર, જગદીશભાઈ રામાણી તથા નિલેશભાઈ કાપડીયા નો સમાવેશ થાય છે.

ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા ની આજે તારીખ હોય સવારે પ્રાંત કચેરીએ કોંગ્રેસ નાં પ્રમુખ ધર્મેશભાઈ બુટાણી, દિનેશભાઈ પાતર, યતિષભાઈ દેસાઈ તથા ભાજપ નાં રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રફુલભાઈ ટોળીયા, ઉપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બન્ને પક્ષ નાં ટેકેદારો દોડી આવ્યા હતાં.
એક તબ્બકે એકબીજાનાં કાંઠલા ખેંચાયા હતાં. અને તુતુમેમે થતા મામલો બિચક્યો હતો. પોલીસે દરમિયાનગીરી કરતા ઉગ્ર બનેલો મામલો માંડ થાળે પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *