બાથરૂમમાં એસિડ ભરેલું ડબલું ઢોળાઈ જતાં બે શ્રમિક દાઝી ગયા

કે.પી.સોસાયટીની ઘટના; બંને યુવાન સારવારમાં શહેરમાં રામવન નજીક આવેલી કે.પી.સોસાયટીમાં એસીડ ભરેલું ડબલુ ઢોળાઈ જતાં બે શ્રમિક દાઝયા હતાં. બન્ને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા…

કે.પી.સોસાયટીની ઘટના; બંને યુવાન સારવારમાં

શહેરમાં રામવન નજીક આવેલી કે.પી.સોસાયટીમાં એસીડ ભરેલું ડબલુ ઢોળાઈ જતાં બે શ્રમિક દાઝયા હતાં. બન્ને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રામવન નજીક આવેલા કે.પી.સોસાયટીમાં રહેતાં તસ્લીમ સલીમભાઈ ખાન (ઉ.35)ના હાથે બાથરૂમમાં એસીડ ભરેલું ડબલુ ઢોળાઈ ગયું હતું. તે દરમિયાન ઉમેશ પાસ્વાન (ઉ.35) બાથરૂમમાં જતાં લપસી પડયો હતો. અકસ્માતે બન્ને યુવક દાઝી જતાં સારવારમાં ખસેડાયા હતાં. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *