Site icon Gujarat Mirror

બાથરૂમમાં એસિડ ભરેલું ડબલું ઢોળાઈ જતાં બે શ્રમિક દાઝી ગયા

કે.પી.સોસાયટીની ઘટના; બંને યુવાન સારવારમાં

શહેરમાં રામવન નજીક આવેલી કે.પી.સોસાયટીમાં એસીડ ભરેલું ડબલુ ઢોળાઈ જતાં બે શ્રમિક દાઝયા હતાં. બન્ને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રામવન નજીક આવેલા કે.પી.સોસાયટીમાં રહેતાં તસ્લીમ સલીમભાઈ ખાન (ઉ.35)ના હાથે બાથરૂમમાં એસીડ ભરેલું ડબલુ ઢોળાઈ ગયું હતું. તે દરમિયાન ઉમેશ પાસ્વાન (ઉ.35) બાથરૂમમાં જતાં લપસી પડયો હતો. અકસ્માતે બન્ને યુવક દાઝી જતાં સારવારમાં ખસેડાયા હતાં. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version