બેટ દ્વારકામાં નશીલી કેપ્સ્યુલ સાથે યુવક ઝડપાયો

  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશાકારક દવાઓના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એસ.ઓ.જી. પોલીસનો ટીમે બેટ દ્વારકા વિસ્તારમાં દરોડો પાડી નશીલી…

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશાકારક દવાઓના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એસ.ઓ.જી. પોલીસનો ટીમે બેટ દ્વારકા વિસ્તારમાં દરોડો પાડી નશીલી દવાઓના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે.

પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર થતા વેચાણને રોકવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ. વાળાના વડપણ હેઠળ સોમવારે એસ.ઓ.જી.ની ટીમ દ્વારા પેટ્રોલિંગમાં દરમિયાન બાતમીના આધારે બેટ દ્વારકા પાર્કિંગ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રાજેશભા ટપુભા કેર (ઉ.વ. 23, રહે. ઓખા) ને ઝડપી લીધો હતો.

ઝડપાયેલા આ આરોપીના ચેકીંગ દરમિયાન આરોપીના કબ્જામાંથી ટ્રામાડોલ જેવા ઘટક ધરાવતી 89.32 ગ્રામ વજનની કુલ 232 નશીલી કેપ્સ્યુલ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ આ કેપ્સ્યુલ પોતે પણ ઉપયોગ કરતો હોવાનું તેમજ અન્ય લોકોને વેચાણ કરતો હોવાનો ખુલાસો કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે રૂૂ. 50 હજારની કિંમતનું મોટરસાયકલ અને રૂૂ. 5 હજારની કિંમતનો એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે.

આ કેસમાં આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 21(બી) અને 29 મુજબ બેટ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ મામલે અન્ય સંડોવાયેલા લોકો અંગે પણ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર કાર્યવાહી એ.એસ.આઈ. કાનાભાઈ રણમલભાઈ માડમ, અશોકભાઈ રાણાભાઈ સવાણી, હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ મોવર, યોગેશભાઈ ઓઘડભાઈ ડોડીયા, સુમાતભાઈ ચાવડા તથા દિનેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *