વેરાવળમાં ભાડુઆત અંગે પોલીસમાં જાણ ન કરનાર મકાન માલિક સામે કાર્યવાહી

વેરાવળ પોલીસ માં ભાડુઆત અંગેની જાણ નહી કરતા મકાન માલીક વિરૂૂધ્ધ કડક એસ.ઓ.જી. દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જીલ્લા માં મકાન ભાડે આપનાર…

વેરાવળ પોલીસ માં ભાડુઆત અંગેની જાણ નહી કરતા મકાન માલીક વિરૂૂધ્ધ કડક એસ.ઓ.જી. દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથ જીલ્લા માં મકાન ભાડે આપનાર મકાન માલિકોને ભાડુઆત અંગેની માહિતી સંબંધિત પોલીસમાં પુરી પાડવા અંગે અધિક જીલ્લા મેજી. ગીર સોમનાથ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા દ્વારા આપેલ સુચના મુજબ એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.કાગડા, પી.એસ.આઇ. આર. એચ. સુવા ની રાહબરી હેઠળ પો.હેડ કોન્સ. અનિરુધ્ધસિંહ જયવંતસિંહ, વિપુલભાઇ ટીટીયા, પો.કોન્સ કૈલાશસિંહ જેશાભાઈ, નંદિમભાઈ શેરમહમદ, મહાવીરિસંહ મંગલસિંહ સહીતના સ્થાનીક સ્વરાજય ચુંટણી-2026 અન્વયે પેટ્રોલીંગમા રહેલ તે દરમ્યાન બાતમી ના આધારે વેરાવળની જલારામ નગર રેલવે ફાટક પાસે મકબુલ પાન પાસે એક મકાન મા તપાસ કરતા મકાન માલિક ઇસ્માઇલ ઇબ્રાહીમ ખેરાણી ઉ.વ.42 રહે.જલારામ નગર વાળા એ મકાન છેલ્લા દોઢેક વર્ષ થી ભાડે આપી ભાડુંઆત અંગેની સંબંધીત પોલીસ મા જાણ નહી કરતા મકાન તેની વિરુદ્ધ પોલીસ માં જાહેરનામા ભંગ અંગે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *