સાવરકુંડલા શહેરમાં પોલીસ ચોકી ની નજીક જ એરોગેસ એજન્સી આવેલી છે છેલ્લા બે માસથી લોકોની મોટી ભીડ જોવા મળે છે મહિલાઓ પરેશાન થાય છે છાંયડાની કે પાણીની વ્યવસ્થા નથી અને વિતરણ વ્યવસ્થામાં સંપૂર્ણપણે ગેરવ્યવસ્થા જોવા મળે છે આ પરેશાની ભોગવી રહેલા ગ્રાહકો જાય તો કહા જાય કોને ફરિયાદ કરે તે સ્થિતિમાં ગ્રાહકો મુકાયા છે ત્યાર ઇન્ડિયન ગેસ એજન્સીના એરીયા મેનેજર ગુપ્તાએ પરિસ્થિતિ જાણવા માટે બે દિવસ પહેલા એટલે કે શુક્ર અને શનિ બે દિવસ રૂૂબરૂૂ મુલાકાત લીધી હતી અને આ તમામ ગેરવ્યવસ્થા નજરે નિહાળી હતી જે માહિતી મળી રહી છે.
તે મુજબ 1200 જેટલા સિલિન્ડરનો કોઈ હિસાબ મળતો નથી. એરીયા મેનેજર ગુપ્તા ના જણાવ્યા મુજબ સિલિન્ડર વિતરણ નો હિસાબ પ્રતિદિન સાંજે મળી જવો જોઈએ જે ન મળતા સીલીન્ડર ની નવી ગાડી ની ડીલેવરી કરવામાં આવતી નથી ગેસ કંપની પાસે ગેસ સિલિન્ડરની કોઈ કમી નથી પૂરતા પ્રમાણમાં જથ્થો છે અને જેટલો માગે તેટલો જથ્થો આપવા માટે કંપની તૈયાર છે પરંતુ વિતરણ વ્યવસ્થા અને હિસાબી વ્યવસ્થા અનિયમિત અને અયોગ્ય હોય જેને કારણે નવી ગાડીઓની ડીલેવરી કંપની તરફથી મોકલવામાં આવતી નથી બે દિવસ પહેલા પ્રજાની વેદના જોવા અને વેદના ને વાચા આપવા માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા એ મુલાકાત લીધી હતી. લોકોને સાંભળ્યા હતા અને એરોગેસ એજન્સીના બાબાભાઈ શેઠને કડક સૂચના આપવામાં આવી હતી કે અહીંયા લોકો પીડાય છે તેમની માટે પૂરતા છાંયડાની કે પાણીની વ્યવસ્થા તમે કરી દીધી નથી બે દિવસ બાદ લોકોને ઘેરે બેઠા સિલિન્ડર મળે તે પ્રકારની વ્યવસ્થા કરવાની કડક સૂચના આપવામાં આવી હતી.
પરંતુ આજે સોમવારે વહેલી સવારથી જ લોકોની મહિલાઓની સાથે આવેલા નાના-નાના બાળકોની મોટી સંખ્યા આ પીડા અને ગરમી સહન કરી રહી છે પ્રાંત અધિકારી એરિયા મેનેજર મામલતદાર અને ધારાસભ્યની એક પણ સૂચના નો અમલ નહીં કરનાર આ એજન્સી ને હવે કડક હાથે કામ લેવાની જરૂૂર છે એક પણ અધિકારી કે પદાધિકારી ની સુચના નો અમલ નહીં કરનાર અને મનમાની કરનાર એજન્સી સામે સાવરકુંડલાના સિલિન્ડર ગ્રાહકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ 200 ઉપરાંત ભાઈ બહેનો એજન્સીના ઓફિસે આવી જાય છે એજન્સી નો સમય સવારે 9:00 થી સાંજના 6 સુધીનો છે પરંતુ 5:00 વાગે અથવા તો તેની થી વહેલા નોંધણી અને વિતરણ વ્યવસ્થા બંધ કરી દે છે નજીકમાં પોલીસ ચોકી હોવા છતાં પોલીસ પ્રોડક્શન કે પોલીસ દ્વારા પણ બેદરકારી સેવાય રહી હોય તેવું દેખાઈ રહ્યું છે અને અનેક વખત દિવસમાં નાના મોટા ઝઘડાઓ થાય છે પરંતુ એજન્સીના માલિક આ કોઈ બાબતને સ્વીકારતા નથી ગણતા નથી અને પોતાની જ મનમાની કરે છે.
આવા મનમાની કરનાર એજન્સીના માલિક ઉપર અધિકારી અને પદાધિકારીઓ કડક સાથે કામ લે અથવા તો એજન્સી બદલી નાખે તો જ ગ્રાહકોનું ભલું થશે અગાઉ પણ અનેક વખત આ એજન્સી સામે વિરોધ વંટોળ અને અનેક પ્રકારના કાર્યક્રમો ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે લોકો એવું કહી રહ્યા છે કે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા એકાદ કલાકનો સમય ફાળવી અને આ પીડા દૂર કરે.
