શાપર (વેરાવળ)માં લાપત્તા થયેલા રાજસ્થાની યુવકનો મૃતદેહ મળી આળ્યો, શંકાસ્પદ મોત

પાંચ દિવસ પૂર્વે જ કાકાના ઘરે આવેલા યુવકના મોતનું કારણ જાણવા પોલીસ તપાસ જારી શાપરમાં રહેતાં કાકાના ઘરે પાંચ દિવસ પૂર્વે આવેલો રાજસ્થાની યુવાન ત્રણ…

પાંચ દિવસ પૂર્વે જ કાકાના ઘરે આવેલા યુવકના મોતનું કારણ જાણવા પોલીસ તપાસ જારી

શાપરમાં રહેતાં કાકાના ઘરે પાંચ દિવસ પૂર્વે આવેલો રાજસ્થાની યુવાન ત્રણ દિવસ પહેલા લાપત્તા થયો હતો. લાપત્તા થયેલા યુવકનો વેરાવળમાંથી મૃતદેહ મળી આવતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. યુવક દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાથી પડી જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર-વેરાવળમાં આવેલ ગુલાબ ઓઈલ મીલની ઓરડીમાં રહેતો શાહરૂખ પવનભાઈ રાજ નામના 33 વર્ષના રાજસ્થાની યુવકનો વેરાવળમાં આવેલ બાલાજી ટેકનોકાસ્ટની ખુલ્લી જગ્યામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જાણ થતાં શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવકના મોતનું કારણ જાણવા મૃતદેહને પોસ્ટ મોટર્મ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.

પ્રાથમિક તપાસમાં યુવક મુળ રાજસ્થાનનો વતની હતો અને ત્રણ ભાઈ બે બહેનમાં મોટો હતો તેને સંતાનમાં બે પુત્ર છે. શાહરૂખ રાજ પાંચ દિવસ પૂર્વે જ ગુલાબ ઓઈલ મીલની ઓરડીમાં રહેતાં કાકા વિશાલભાઈના ઘરે આવ્યો હતો અને ત્રણ દિવસ પૂર્વે લાપત્તા થયો હતો. લાપત્તા થયેલા યુવક દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો. જેના કારણે અકસ્માતે પડી જતાં મોત નિપજ્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *