સ્વ.મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ ઉનામાં ચૂંટણી લડશે

ઉનાના વોર્ડ નંબર 7માં રાજલ બારોટે ઉમેદવારી નોંધાવી ડાયરામાં જેના અવાજથી ચાર ચાંદ લાગી જાય છે એ રાજલ બારોટે હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. રાજલ બારોટ…

ઉનાના વોર્ડ નંબર 7માં રાજલ બારોટે ઉમેદવારી નોંધાવી

ડાયરામાં જેના અવાજથી ચાર ચાંદ લાગી જાય છે એ રાજલ બારોટે હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. રાજલ બારોટ સ્વ મણિરાજ બારોટની દીકરી છે. સ્વ મણિરાજ બારોટે એક સમયે ગુજરાતની સંગીતની દુનિયામાં ધમાકો મચાવ્યો હતો. તેના પોગ્રામ જોવા માટે ગુજરાતના ખૂણે ખૂણે લોકો બસ-ટ્રકમાં સવાર થઈને આવતા હતા. દીકરી રાજલ બારોટે પણ પિતાની જેમ સિંગિંગમાં કરિયર આગળ ધપાવ્યુ છે. પિતાના અવસાન બાદ ત્રણ બહેનના ઉછેરની જવાબદારી રાજલ પર આવી પડી હતી. સ્ત્રી થઈને પિતા અને ભાઈની જગ્યા લઈને ઘરની જવાબદારી સંભાળી હતી. પિતાના ગુણ રાજલમાં આવ્યા હતા. રાજલે નાના-મોટા સંગીતના શો શરૂૂ કર્યા અને ત્યાર બાદ ગરબા, ડાયરા જેવા કાર્યક્રમ પણ શરૂૂ કર્યા હતા. આજે રાજલ બારોટનું પણ સંગીતની દુનિયામાં મોટું નામ છે. અત્યાર સુધીમાં અસંખ્ય ગીતો પણ ગાય ચૂકી છે.

પતિ બાદ રાજલ પણ નગરપાલિકાની ચૂંટણીમાં મેદાનમાંરાજલ બારોટે 4 ફેબ્રુઆરી-2025માં ઉનાના વતની અલ્પેશ બાંભણિયા સાથે લગ્ન કર્યા હતા. અલ્પેશ બાંભણિયા કોળી સમાજના અગ્રણી કાનજીભાઈ ભગવાનભાઈ બાંભણીયાના દીકરા છે અને ઉનાના રાજકારણમાં ઘણા સમયથી સક્રિય છે. તેઓ ગઈ ટર્મમાં ઉના નગરપાલિકામાં ભાજપના સદસ્ય પણ રહી ચૂક્યા છે. હવે ભાજપે અલ્પેશ બાંભણિયાના પત્ની એટલે કે સિંગર રાજલ બારોટને ઉના નગરપાલિકાના વોર્ડ નં-7માંથી ટિકિટ આપી છે.અને આજે ભાજપ ના અન્ય વોર્ડ ના ઉમેદવારો તેમજ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ની હાજરી માં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી વિજય નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *