સાયલા ફેસબુક પોસ્ટ મામલે ‘આપ’ના જિલ્લા પ્રમુખ સહિત પાંચે યુવાનને માર માર્યા

ધાંધલપુર જિલ્લા પંચાયત સીટ ની ચૂંટણી લડવા માટે અડાળા ગામના ભરતભાઈ બાબુભાઈ આલાણીએ જિલ્લા પ્રમુખ મયુરભાઈ મેરા ભાઈ સાકરીયા પાસે ટિકિટ મેળવવા માટે વાત કરી…

ધાંધલપુર જિલ્લા પંચાયત સીટ ની ચૂંટણી લડવા માટે અડાળા ગામના ભરતભાઈ બાબુભાઈ આલાણીએ જિલ્લા પ્રમુખ મયુરભાઈ મેરા ભાઈ સાકરીયા પાસે ટિકિટ મેળવવા માટે વાત કરી હતી. પરંતુ મયુરભાઈ ટિકિટ આપવાની ના પાડતા મામલો પ્રદેશ મધ્ય ઝોન સુધી પહોંચ્યો હતો.

અંતે ભરતભાઈએ ફેસબુક પેજ ઉપર સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ પૈસાથી ટિકિટો વેચે છે અને ડિબેટ કરવા અમે તૈયાર છીએ તેવી કોમેન્ટ કરી હતી. આ બાબતે નાગડકા જિલ્લા પંચાયત સીટના પ્રભારી હરેશભાઈ વાટુકિયા એ ભરતભાઈ ને ફેસબુકમાં કોમેન્ટ કરી તે ડીલીટ કરી નાખ નહિતર મારામારીની ધમકી આપી હતી અને 24 માર્ચના રોજ ઉમાપર ગામે સામાજિક પ્રસંગમાં બાઈક લઈને જતા ભરતભાઈ પંચર વાળાની દુકાને બેઠા હતા. આ દરમિયાન સફેદ કલરની કારમાં આવેલા હરેશભાઈ વાટુકિયા અને આમ આદમી પાર્ટીના લીમડી વિધાનસભાના સહ પ્રભારી મનસુખભાઈ સરવૈયા અને લિંબાળા ગામના મનસુખભાઈ સરવૈયા એ મયુર સાકરીયા વિરુદ્ધ જે પોસ્ટ મૂકી છે. તે ડીલીટ કરી નાખ નહિતર નકામું થશે અને તને પૂરો કરી દેવામાં આવશે તેવી ધમકી આપી હતી. આ દરમિયાન મયુરભાઈ સાકરીયા અને રાજેશભાઈ લળતુકા પણ આવી પહોંચતા આ લોકો ઝઘડો કરશે તેવી દહેશત અને કારણે ભરતભાઈ બાઇક લઈને જતા રહ્યા હતા.

પરંતુ પાંચ શખ્સોએ ભરતભાઈ ઉભા રહ્યા હતા અને અશોકભાઈને કાંઠલો પકડી લાફા મારી ગાળો આપી હતી અને ફેસબુક ઉપર કોઈ પોસ્ટ કરતો નહીં નહિતર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગભરાયેલા અશોકભાઈએ પોસ્ટ નહીં મૂકો તેમ કહી માફી માગી હતી. આ બાબતે પરિવારજનોને જાણ થતાં મામલો સાયલા પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો અને પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *