મુંબઇની ભાયંદર ઝૂંપડપટ્ટીમાં ભયાનક આગ, ત્રણના મોત

એક ગંભીર, ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટથી આગ વધુ ભભુકી ભાયંદર ઈસ્ટના ઈન્દ્રલોક વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયા છે. ગેસ સિલિન્ડરના…

એક ગંભીર, ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટથી આગ વધુ ભભુકી

ભાયંદર ઈસ્ટના ઈન્દ્રલોક વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયા છે. ગેસ સિલિન્ડરના વિસ્ફોટને કારણે આગ વધુ ભયાનક બની ગઈ હતી, જેના કારણે બચાવ કામગીરી પણ મુશ્કેલ બની. ગઇકાલે સાંજે ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગી હતી. શરૂૂઆતમાં આગ સામાન્ય લાગી રહી હતી, પરંતુ થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું. ઝૂંપડપટ્ટીના સંકુચિત વિસ્તારો અને નજીક-નજીક આવેલા ઘરોને કારણે આગ ઝડપથી એકમાંથી બીજા ઝૂંપડામાં ફેલાઈ ગઈ. સ્થળ પર મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડરો હોવાને કારણે આગમાં વિસ્ફોટો થવા લાગ્યા.

આ વિસ્ફોટો આગને વધુ પ્રચંડ બનાવતા ગયા અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી.
આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાનું સત્તાવાર રીતે પુષ્ટિ થયું છે. આગ એટલી ભયાનક હતી કે ઘણા લોકો બહાર નીકળવાની તક પણ ન મેળવી શક્યા. ઘણા ઝૂંપડા સંપૂર્ણ રીતે બળી ગયા છે અને અનેક પરિવારો બેઘર બની ગયા છે. હાલમાં પ્રભાવિત લોકો માટે તાત્કાલિક રાહત વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેની હાલત ચિંતાજનક જણાવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *