વડાપ્રધાનની મુલાકાત પૂર્વે દહેરાદૂનમાંથી પાકિસ્તાની જાસૂસ ISI એજન્ટ ઝડપાયો

પીએમ મોદીની દહેરાદૂનની મુલાકાતના માત્ર ચાર દિવસ પહેલા, શહેરમાં ISI સાથે જોડાયેલા એક એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. માહિતી સૂચવે છે કે તે પાકિસ્તાની આતંકવાદી…

પીએમ મોદીની દહેરાદૂનની મુલાકાતના માત્ર ચાર દિવસ પહેલા, શહેરમાં ISI સાથે જોડાયેલા એક એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. માહિતી સૂચવે છે કે તે પાકિસ્તાની આતંકવાદી શહજાદ ભટ્ટીના સંપર્કમાં હતો અને તેને સ્લીપર સેલનું નેટવર્ક સ્થાપવાની જવાબદારી સોંપવામાં આવી હતી, ક્ધયાકુમારીથી દિલ્હી સુધી સ્લીપર સેલની ફોજ બનાવવાનું કામ સોંપાયું હતું.

નરેન્દ્ર મોદી 14 એપ્રિલે દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેના ઉદ્ઘાટન માટે દેહરાદૂનની મુલાકાત લેવાના છે. આ મુલાકાતના માત્ર ચાર દિવસ પહેલા, દહેરાદૂનમાં એક ISI એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તરાખંડ STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) એ ’ઓપરેશન પ્રહાર’ હેઠળ આતંકવાદી કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. પ્રેમનગરના રહેવાસી 29 વર્ષીય વિક્રાંત કશ્યપની રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ ધરપકડ કરવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે દેહરાદૂનમાં કાર ધોવાનું કામ કરતો વિક્રાંત પાકિસ્તાની આતંકવાદી અને ISI એજન્ટ શહઝાદ ભટ્ટીના સંપર્કમાં હતો.

STF ના IG નિલેશ આનંદ ભરણે અને SSP અજય સિંહે જણાવ્યું હતું કે ઝાજરા (પ્રેમનગર)નો રહેવાસી 29 વર્ષીય વિક્રાંત કશ્યપ દૂન ક્ષેત્રમાં તહરીક-એ-તાલિબાન હિન્દુસ્તાનના મૂળિયા મજબૂત કરવા માટે કામ કરી રહ્યો હતો. તે કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યો હતો. અધિકારીઓએ તેના કબજામાંથી .32 બોરની ઇટાલિયન બનાવટની પિસ્તોલ, સાત કારતૂસ અને સ્પ્રે પેઇન્ટનો એક કેન જપ્ત કર્યો.

STF છેલ્લા મહિનાથી વિક્રાંતની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું હતું. વિક્રાંત આતંકવાદી સંગઠનની સોશિયલ મીડિયા પોસ્ટ્સથી પ્રભાવિત થઈને તેના જાળમાં ફસાઈ ગયો હતો, ખાસ કરીને પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો બદલો લેવાનું વચન આપતી પોસ્ટ્સથી TTH એક નવું રચાયેલું આતંકવાદી સંગઠન છે. તેનો ઉદ્દેશ્ય સ્લીપર સેલ સ્થાપીને આતંક ફેલાવવાનો છે. તેના નેતા, ભટ્ટી સાથે જોડાણો ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *