જેતપુરમાં જાહેરમાં મરઘી કાપી ન્યુસન્સ ફેલાવતા છ સામે ગુનો નોંધાયો

જેતપુર પોલીસે જાહેરમાં મરધી કાપનાર છ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસને લાંબા સમયથી ફરિયાદો મળી રહી હતી કે શહેરના કેટલાક વિસ્તારોમાં ખુલ્લેઆમ રસ્તા પર જ…

જેતપુર પોલીસે જાહેરમાં મરધી કાપનાર છ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસને લાંબા સમયથી ફરિયાદો મળી રહી હતી કે શહેરના કેટલાક વિસ્તારોમાં ખુલ્લેઆમ રસ્તા પર જ મરઘીઓની કતલ કરવામાં આવે છે.

વધુમાં, આ વિક્રેતાઓ મરઘીના વધેલા કચરા અને લોહીનો નિકાલ પણ જાહેર રસ્તાઓ કે ખુલ્લી ગટરોમાં કરતા હતા. આ પ્રકારના નિકાલથી વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાતી હતી અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી હતી. સ્થાનિક લોકોની રજૂઆત અને જાહેર સ્વાસ્થ્યને ધ્યાને રાખીને પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી હતી.

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી જેતપુર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શંકાસ્પદ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા, એજાજ અમદભાઇ કાથરોટીયા, ઉ.વ.21, શાહિલ હનીફભાઇ મોર, યાકુબ મુસાભાઇ કારવા, એજાજ ઇકબાલભાઇ ખોરાણી, ગફારભાઇ મહમ્મદભાઇ તરકવાડીયા અને સલીમભાઇ જુશબભાઇ મગીયાણીની ધરપકડ કરી હતી. જેઓ કોઈ પણ જાતના લાયસન્સ કે ચોકસાઈ વગર જાહેર રસ્તા પર જ માંસનું વેચાણ કરી રહ્યા હતા. ધરપકડ કરાયેલા શખ્સો સામેના જાહેરમાં મરઘીની કતલ કરી માંસનું વેચાણ કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *