સ્થા. સ્વરાજ્યની ચૂંટણી ફરજ માટે 28 ના.મામલતદારની બદલી

કલેકટર ઓમ પ્રકાશ દ્વારા મનપા-જિલ્લા-તાલુકા અને નગરપાલિકા ચૂંટણી માટે ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી બદલી કરાઈ રાજકોટ જિલ્લામાં આગામી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત…

કલેકટર ઓમ પ્રકાશ દ્વારા મનપા-જિલ્લા-તાલુકા અને નગરપાલિકા ચૂંટણી માટે ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી બદલી કરાઈ

રાજકોટ જિલ્લામાં આગામી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા 28 જેટલા નાયબ મામલતદાર બદલી કરવામાં આવી છે.જ્યાં સુધી ચૂંટણી કામગીરી પૂર્ણ ન થઇ ત્યાં સુધી બદલી સ્થળ પાર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

જેમાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ વાઈઝ નાયબ મામલતદારોની નિમણૂક કરવામાં આવી છે જેમાં વોર્ડ નં. 1 થી 3 સત્યમ એ. સેરસીયા (સર્કલ ઓફિસર, રાજકોટ શહેર પૂર્વને નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી કચેરી ખાતે જવાબદારી સોંપાઈ છે.વોર્ડ નં. 4 થી 6 લક્ષ્મણસિંહ બી. ઝાલા (નાયબ મામલતદાર, રાજકોટ શહેર દક્ષિણ ને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) ની કચેરીમાં નિમણૂક અપાઈ છે.વોર્ડ નં. 7 થી 9 હિતેન્દ્ર ડી. રૈયાણી પુરવઠા નિરીક્ષક હવે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીમાં ફરજ બજાવશે.

તેમજ વોર્ડ નં. 10 થી 12: દિનેશ વી. મોરાડીયાને નાયબ નિયામક, જમીન દફતરની કચેરી ખાતે નિયુક્ત કરાયા છે.વોર્ડ નં. 13 થી 15 યોગીરાજસિંહ એમ. ગોહિલને પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-1 ની કચેરીમાં જવાબદારી સોંપાઈ છે.વોર્ડ નં. 16 થી 18માં મહિરાજસિંહ પી. ઝાલાને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ ની કચેરીમાં મુકવામાં આવ્યા છે.

જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પવન આર. પટેલ જિલ્લા પુરવઠા અધિકારી શહેરની કચેરીમાં ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવશે.વિપુલ વી. રાજ્યગુરુ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેસૂલ ની કચેરીમાં નિમણૂક કરવામાં આવી છે. કુલદીપસિંહ યુ. જાડેજા નાયબ કલેકટર, સ્ટેમ્પ ડ્યુટી શહેરની કચેરીમાં નિમણૂક કરવામાં આવી છે. અંકિત એલ. શેખડા:પ્રાંત અધિકારીની કચેરી, ધોરાજી ખાતે જવાબદારી સંભાળશે. ભગીરથ એચ. કાછડીયા: પ્રાંત અધિકારીની કચેરી, જસદણ ખાતે કાર્યરત રહેશે. દિપક વી. શ્રીગો જિલ્લા આયોજન અધિકારીની કચેરી, રાજકોટ ખાતે ફરજ બજાવશે.

તાલુકા પંચાયત ચૂંટણીમાં કલેકટર કચેરી રાજકોટ રાજેશ એમ. સેંગાલ.રાજકોટ તાલુકા. ધર્મેશ એમ. વઘાસીયા.કોટડાસાંગાણી. સંજય પી. રૈયાણીપડધરી. ધવલ પી. ભીમજીયાણી લોધીકા. છગન વી. કુકડીયાગોંડલ (ગ્રામ્ય). શક્તિસિંહ જી. ગોહિલ.જેતપુર (ગ્રામ્ય).કુશલકુમાર વી. મકવાણા.જસદણ હરેશ બી. સાંબડ.વિંચીયા. શ્રી ભગીરથસિંહ યુ. ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે.

ગોંડલ નગરપાલિકા ચૂંટણીની માટે વોર્ડ નં. 1 થી 6: યોગેશકુમાર બી. મુળીયા શિરસ્તેદાર, પ્રાંત ગોંડલ. વોર્ડ નં. 7 થી 11: મનિષ આર. જોષી નાયબ મામલતદાર, ગોંડલ શહેર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *