કલ્યાણપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર વૃધ્ધનું મૃત્યુ

કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા વરજાંગભાઈ મંગાભાઈ લુણા નામના 62 વર્ષના વૃદ્ધ ગુરુવારે રાત્રિના સમયે તેમના જી.જે. 10 બીડી 0219 નંબરના મોટરસાયકલ પર બેસીને જુવાનપુર…

કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા વરજાંગભાઈ મંગાભાઈ લુણા નામના 62 વર્ષના વૃદ્ધ ગુરુવારે રાત્રિના સમયે તેમના જી.જે. 10 બીડી 0219 નંબરના મોટરસાયકલ પર બેસીને જુવાનપુર ગામે દૂધ આપવા જઈ રહ્યા હતા, ત્યારે મણીપુર હાબરડી ગામના પાટીયા પાસે પહોંચતા કોઈ અજાણ્યા ફોર વ્હિલરના ચાલકે વરજાંગભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેઓ મોટરસાયકલ સાથે ફંગોળાઈ ગયા હતા અને તેમને જીવલેણ ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

અકસ્માત સર્જીને આરોપી વાહનચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના પુત્ર લખમણભાઈ વરજાંગભાઈ લુણાની ફરિયાદ પરથી અજાણ્યા કાર ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયામાં લૂંટ ચલાવવા સબબ ફરિયાદ ખંભાળિયામાં નગર નાકા પાસે રહેતા ગૌતમભાઈ ઉર્ફે ગોટીયો ખીમજીભાઈ ડોરુ નામના 33 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન સાથે જૂની માથાકૂટનું મનદુ:ખ રાખીને મુકેશગીરી પ્રતાપગીરી ગોસ્વામી નામના શખ્સે બિભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા.

આ ઉપરાંત આરોપી મુકેશગીરીએ ફરિયાદીને લાકડાના ધોકા વડે બેફામ માર મારી, ફરિયાદીના ખિસ્સામાં રહેલા રૂૂપિયા 850 ની લૂંટ ચલાવ્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસમાં નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસે એટ્રોસિટી તથા બીએનએસની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *