રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સામાન્ય વહીવટ) વિધાનકાયદા, 2026 પર થયેલી ચર્ચા દરમિયાન રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયાએ મહત્વપૂર્ણ અને તાર્કિક રજૂઆત કરી હતી.
તેમણે કહ્યું કે દેશની સુરક્ષા માટે કાર્યરત સશસ્ત્ર દળોને વધુ સશક્ત અને આધુનિક બનાવવા માટે આ વિધાનકાયદો ખૂબ જ જરૂૂરી છે. દેશના જવાનો દિવસ-રાત દેશની સુરક્ષા માટે તત્પર રહે છે, ત્યારે તેમની સુવિધા, વહીવટ અને કાર્યક્ષમતામાં સુધારો લાવવો કેન્દ્ર સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ.તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દેશની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવા માટે સતત પ્રયાસશીલ છે અને આ વિધાનકાયદો તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ વિધાનકાયદાને સંપૂર્ણ સમર્થન આપતા જણાવ્યું હતું કે, આ પગલાંથી સશસ્ત્ર દળોના કામકાજમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે, જેનાથી દેશની સુરક્ષા વધુ મજબૂત બનશે.
