યાત્રાધામ દ્વારકા શહેર વિસ્તારમાં રખડતા ઢોર સામે તંત્રની સઘન કાર્યવાહી

યાત્રાધામ દ્વારકામાં ભક્તોની વધતી આવનજાવન અને શહેરની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દ્વારકા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર સામે સધન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં મુખ્ય રસ્તાઓ…

યાત્રાધામ દ્વારકામાં ભક્તોની વધતી આવનજાવન અને શહેરની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દ્વારકા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર સામે સધન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં મુખ્ય રસ્તાઓ તથા ખાસ કરીને દ્વારકાધીશ મંદિર આસપાસ દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવતા હોય છે. આવી ભીડમાં અચાનક રસ્તા પર રખડતા ઢોર આવી જતા અકસ્માતો બનવાના બનાવો પણ અગાઉ નોંધાયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આયોજનબદ્ધ રીતે ખાસ અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે.

નગરપાલિકાએ શહેરમાં બિનવારસી રખડતા ઢોર પકડવા માટે એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. એજન્સીના કર્મચારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં અભિયાન ચલાવી રખડતા ઢોરને પકડી તેમને ડબે પૂરવાની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. ત્યાર બાદ દરેક ઢોરને ઓળખ માટે ટેગ લગાડવામાં આવે છે અને ત્યાર પછી તેમને દ્વારકાથી દૂર ખતુંબા સીમ વિસ્તારમાં બનાવવામાં આવેલી ગૌશાળામાં ખસેડવામાં આવે છે.

ગૌશાળામાં આ ઢોર માટે નગરપાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં તેમને ઘાસચારો તથા પીવાના પાણી સહિત જરૂૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જેથી પશુઓની સારી રીતે સંભાળ રાખી શકાય. નગરપાલિકાના આ પ્રયાસને સ્થાનિક લોકો તેમજ યાત્રાળુઓ દ્વારા પણ વખાણ મળી રહ્યા છે. લોકોની સલામતી માટે આ અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી શહેરમાંથી આશરે 700 થી વધુ રખડતા ઢોર પકડીને ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *