રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 26 એપ્રિલે થશે મતદાન, 28મીએ મતગણતરી

  ચૂંટણીપંચે આજે પત્રકાર પરિષદ યોજીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર કરી છે. 26મી એપ્રિલેમતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાત થતાં આજથી…

 

ચૂંટણીપંચે આજે પત્રકાર પરિષદ યોજીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર કરી છે. 26મી એપ્રિલેમતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાત થતાં આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે.

રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે.

આ વખતે ચૂંટણીમાં ઓબિસી (OBC) અનામત બેઠકોના નવા રોટેશન મુજબ અમલીકરણ કરવામાં આવશે. ખાસ કરીને જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો OBC માટે અનામત રાખવાની નવી જોગવાઈઓ આ ચૂંટણીનું મુખ્ય આકર્ષણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *