1057 આવાસો EWS કેટેગરીના, 6 આવાસ LIG અને 17 આવાસો MIG કેટેગરીના, તા.6-5 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા શહેરના મધ્યમ અને શ્રમિક વર્ગના પરિવારોને પોસાય તેવા ભાવે ઘર પૂરા પાડવાના હેતુથી એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મનપા દ્વારા આગામી તા. 07-04 થી વિવિધ કેટેગરીના કુલ 1080 આવાસો માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગો અને મધ્યમ વર્ગના લોકો પોતાનું ઘર મેળવી શકે તે માટે પારદર્શક ઓનલાઇન પદ્ધતિ અપનાવવામાં આવી છે.
આ આવાસ યોજનાની વિગતો આપતા તંત્રએ જણાવ્યું છે કે, કુલ 1080 આવાસોમાં સૌથી વધુ 1057 આવાસોEWS (Economically Weaker Section) કેટેગરી માટે છે, જેની કિંમત માત્ર 2 લાખ રૂૂપિયા રાખવામાં આવી છે. આ ઉપરાંત, LIG (Low Income Group)કેટેગરીમાં 6 આવાસો ઉપલબ્ધ છે જેની કિંમત 12 લાખ રૂૂપિયા અને MIG (Middle Income Group) કેટેગરીમાં 17 આવાસો છે જેની કિંમત 18 લાખ રૂૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા નાગરિકો તા. 07-04ના રોજ બપોરે 01:00 વાગ્યાથી તા. 06-05ના રોજ સાંજે 05:00 વાગ્યા સુધી રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે. અરજી માટેની પાત્રતા અને ફીના માપદંડો પણ જાહેર કરવામાં આવ્યા છે. EWS કેટેગરી માટે વાર્ષિક કૌટુંબિક આવક મર્યાદા 3 લાખ સુધી નક્કી કરવામાં આવી છે, જેમાં ફોર્મ ફી શૂન્ય રહેશે પરંતુ 5000 રૂૂપિયા ડિપોઝિટ ભરવાની રહેશે. LIG કેટેગરીમાં 3 થી 6 લાખની આવક મર્યાદા ધરાવતા પરિવારો 50 રૂૂપિયા ફોર્મ ફી અને 20000 રૂૂપિયા ડિપોઝિટ સાથે અરજી કરી શકશે.
જ્યારે ખઈંૠ કેટેગરીમાં 6 થી 7.5 લાખ સુધીની આવક ધરાવતા પરિવારો માટે 100 રૂૂપિયા ફોર્મ ફી અને 20000 રૂૂપિયા ડિપોઝિટ રાખવામાં આવી છે. ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અરજદારોએ કેટલાક મહત્વના દસ્તાવેજો ડિજિટલ સ્વરૂૂપે અપલોડ કરવાના રહેશે. જેમાં અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી, આધાર કાર્ડ (પતિ-પત્ની અથવા વાલી સાથે), ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આવકના પુરાવા તરીકે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અથવા નાણાકીય વર્ષ 2024-25નું ઇન્કમટેક્સ રિટર્ન રજૂ કરવાનું રહેશે. રહેઠાણના પુરાવા તરીકે 1 એપ્રિલ 2025 પછીનું લાઇટબિલ, મિલકત વેરા બિલ અથવા ભાડા કરાર માન્ય ગણાશે.
બેંક ખાતાની વિગતો માટે કેન્સલ ચેક અથવા પાસબુકનું પ્રથમ પાનું અપલોડ કરવું અનિવાર્ય છે. વિશેષ કેટેગરી જેવી કે અનામત જાતિ(SC/ST/OBC), દિવ્યાંગ (PwBD) અને માજી સૈનિકોએ પોતાની પાત્રતા સાબિત કરવા માટે સક્ષમ કચેરીના પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. દિવ્યાંગ અરજદારો માટે 40% કે તેથી વધુ દિવ્યાંગતાનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જરૂૂરી છે. અરજદારે ખાસ ધ્યાન રાખવું કે તમામ દસ્તાવેજો JPG અથવા PDF ફોર્મેટમાં અને 1 MB થી ઓછી સાઈઝમાં સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવા હોવા જોઈએ. જો અરજદાર દ્વારા સ્વ-પ્રમાણિત જાહેરનામું અપલોડ કરવામાં નહીં આવે અથવા વિગતો અધૂરી હશે, તો તેમની અરજી રદ ગણાશે. આ યોજના દ્વારા રાજકોટના સેંકડો પરિવારોનું ઘરનું સપનું સાકાર થવાની આશા છે.
PMJAY 2.0 અંતર્ગત 3170 આવાસોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બજેટ વર્ષ 2026-27માં શહેરના આર્થિક રીતે નબળા વર્ગ, ઘરવિહોણા પરિવારો તથા નજીવાદરે આવાસની જરૂૂરિયાત ધરાવતા નાગરિકોને સુવિધાસભર પાક્કા આવાસ ઉપલબ્ધ કરાવવાના હેતુસર મહત્વપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા કરાયેલ જાહેરાત મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત EWS-I તથા EWS-II પ્રકારના કુલ 3170 આવાસોના નિર્માણ માટેની ટેન્ડર પ્રક્રિયા તા. 31-03ના રોજ પૂર્ણ કરવામાં આવી છે. આ ટેન્ડર તા. 01-04ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેના અનુસંધાને આવાસોના નિર્માણ કાર્યને ઝડપી ગતિએ આગળ ધપાવવામાં આવશે. આ યોજનાની માર્ગદર્શિકા અનુસાર રાજ્ય સરકાર દ્વારા તા. 24-03-2025ના રોજ ઠરાવ ક્રમાંક નં. એએચએમ/102025/128/થ-1થી યોજના રાજ્યમાં અમલી બનાવવામાં આવી છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ યોજનાના અમલીકરણ માટે જરૂૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યોજના અંતર્ગત વિવિધ ઘટકો દ્વારા લાભાર્થીઓને આવાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં AHP (Affordable Housing in Partnership), ARH (Affordable Rental Housing), BLC (Beneficiary Led Construction) તથા ISS (Interest Subsidy Scheme) નો સમાવેશ થાય છે. આ તમામ ઘટકો દ્વારા વિવિધ શ્રેણીના લાભાર્થીઓને તેમની જરૂૂરિયાત અનુસાર આવાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવાસની વધતી જરૂૂરિયાતને ધ્યાનમાં રાખી EWS વર્ગના નાગરિકોને નજીવા દરે સુવિધાસભર રહેઠાણ ઉપલબ્ધ થાય તે માટે કુલ 3170 આવાસોના નિર્માણ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ આવાસો EWS-I તથાEWS-II પ્રકારના હશે અને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. આવાસોમાં ગુણવત્તાસભર બાંધકામ, મજબૂત માળખાકીય સુવિધાઓ, સ્વચ્છતા વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી, ગટર લાઈન, આંતરિક રોડ, સ્ટ્રીટલાઈટ, વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થા, ખુલ્લી જગ્યા, પાર્કિંગ સુવિધા, હરિયાળી વિસ્તાર, બાળકો માટે રમવાના સ્થળો તથા જરૂૂરી કોમન સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે.
