વઢવાણના ફૂલગ્રામમાં પુત્રવધૂએ પ્રેમી સાથે મળી સસરાનું ઢીમ ઢાળી દીધું, ત્રણ ઝડપાયા

વઢવાણના ફુલગ્રામમાં 5 વર્ષ પહેલાં પરણીને આવેલી પુત્રવધૂએ પ્રેમી સાથે મળી ધોકા અને લોંખંડની પાઇપ મારી સસરાને મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે મહિલા સહિત…

વઢવાણના ફુલગ્રામમાં 5 વર્ષ પહેલાં પરણીને આવેલી પુત્રવધૂએ પ્રેમી સાથે મળી ધોકા અને લોંખંડની પાઇપ મારી સસરાને મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીઓની ઘરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે, મહિલાએ અગાઉ પણ બે વખત લગ્ન કર્યા હતા. મૃતકના પુત્ર સાથે પ્રેમલગ્ન કરીને આવી હતી. 2 વર્ષ પહેલાં ફરી પ્રેમમાં પડી હતી. વઢવાણના ફુલગ્રામમાં રહેતાં રમેશભાઇ નાનજીભાઇ ગાબુ તેમના નાના દીકરા અશોકના ઘરે હતા. ત્યારે ગુરુવારે 9 વાગ્યે સોહિલ રમેશભાઇ જીડીયા અને સુરેશ લખમણભાઇ જીડીયા પાઇપ અને ધોકા સાથે ઘસી આવ્યા હતા. પુત્રવધૂ ચકૂબેન અને સોહિલ વચ્ચે પ્રેમ સબંધ હોવાથી રમેશભાઇએ ઠપકો આપ્યો હતો.

જેનું મનદુ:ખ રાખીને રમેશભાઇ કાંઇ સમજે તે પહેલાં સોહિલ, સુરેશભાઇ અને ચકુબેને મળી સસરા ઉપર પાઇપ અને ધોકા વડે હુમલો કરતાં 58 વર્ષીય આધેડનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા જોરાવરનગર પોલીસ ટીમ ઘટન સ્થળે પહોચી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર મહેશભાઇ રમેશભાઇ ગાબુએ સોહિલ, સુરેશ અને ભાભી ચકુબેન વિરૂૂધ્ધ ફરિયાદ કરતાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. પ્રેમી સોહિલ ઘરે આવતોહોઇ પિતાએ વાત કરી હતી મારા કાકાના દીકરાનો ફોન આવતાં હું વાડીએથી ઘરે પહોંચ્યો હતો.

બહાર પોલીસ ઉભી હતી. ફળિયામાં મારા પિતાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પડ્યો હતો. મારા ભાઇ ડમ્પર ચલાવવાનું કામ કરતાં હોવાથી સવારથી સાંજ સુધી બહાર રહેતો હતો. પ્રેમી સોહિલ અવારનવાર ઘરે આવતો હોવાથી મારા પિતાને સંબંધની જાણ થતાં તેમણે આ બંનેને સમજાવ્યા હતા. ચકુબેનના પ્રથમ લગ્ન બાળા ગામે થયા હતા. ત્યાથી છુટ્ટુ કર્યા બાદ બીજા લગ્ન ખાંડીયા કરાયા હતા. ત્યારબાદ અશોક અને ચકુબેન સંપર્કમાં આવતા બંનેને પ્રેમ થઇ ગયો હતો. આથી ચકુબેને અશોકભાઇ સાથે ત્રીજા લગ્ન કરીને ફુલગ્રામ આવ્યા હતા.ત્યા તેમને એક દીકરી છે.ફુલગ્રામ ગામે હત્યાના બનાવને લઇ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *