વેરાવળમાં વાહન સ્ક્રેપના ડેલામાં આગ, મોટી દુર્ઘટના ટળી

બાજુમાં પેટ્રોલ પંપ હોવાથી ભય ફેલાયો, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો વેરાવળ શહેરમાં તાલાલા રોડ પર ટુ-વ્હીલર સ્ક્રેપ ના ડેલા માં આગ લાગી હતી.…

બાજુમાં પેટ્રોલ પંપ હોવાથી ભય ફેલાયો, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

વેરાવળ શહેરમાં તાલાલા રોડ પર ટુ-વ્હીલર સ્ક્રેપ ના ડેલા માં આગ લાગી હતી. આ બનાવ પેટ્રોલ પંપ નજીક બનતા ચિંતાનો માહોલ સર્જાયો હતો. ફાયર ફાઇટરની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગતા વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું અને સ્ક્રેપ માં રહેલા રબર, પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ સામગ્રીને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આસપાસના વેપારીઓ અને રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ આગના બનાવ સ્થળથી આશરે 100 મીટરના અંતરે સોરઠ પેટ્રોલિયમ પેટ્રોલ પંપ આવેલા હોવાથી મોટી દુર્ઘટના નો ભય હતો પરંતુ વેરાવળ ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી અને આધુનિક સાધનોની મદદથી આગને કાબૂમાં લીધી હતી. તેને સમયસર ની અને અસરકારક કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી. પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા આ આગના બનાવની તપાસ શરૂૂ કરવામાં આવી છે. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગ સંપૂર્ણપણે બુઝાયા બાદ જ નુકસાનનો ચોક્કસ અંદાજ લગાવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *