બોટાદમાં તાંત્રિક વિધિના બહાને મિત્ર સહિતની ટોળકીએ પરિવાર પાસેથી 16.28 લાખ પડાવ્યા

બોટાદ શહેરમાં અંધશ્રદ્ધા અને વિશ્વાસઘાતનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાગલપર ગામના એક શખ્સે પોતાના રત્નકલાકાર મિત્રને ભુવાની મદદથી મેલીવિદ્યાના ડરમાં ફસાવી, અલગ-અલગ સમયે…

બોટાદ શહેરમાં અંધશ્રદ્ધા અને વિશ્વાસઘાતનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાગલપર ગામના એક શખ્સે પોતાના રત્નકલાકાર મિત્રને ભુવાની મદદથી મેલીવિદ્યાના ડરમાં ફસાવી, અલગ-અલગ સમયે સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ₹16,28,400ની છેતરપિંડી આચરી છે. આ મામલે રત્નકલાકારે બોટાદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બોટાદના મોચીપરા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર સોમાભાઈ નાકીયાને નાગલપરના ઘનશ્યામભાઈ રૂૂપેલીયા સાથે 15 વર્ષ જૂની મિત્રતા હતી.

સોમાભાઈને સપનામાં એક બાળકી આવી ધોલ મારી જતી હોવાનું જણાવતા, મિત્ર ઘનશ્યામ તેને સંજય ભુવા (રહે. નાગલપર) પાસે લઈ ગયો હતો. ભુવાએ સોમાભાઈના ઘરે પાઠ માંડી, મેલીવિદ્યાના તૂત ઉભા કરી આખા પરિવારને પોતાની જાળમાં ફસાવી દીધો હતો. ઓક્ટોબર 2023માં ઘનશ્યામભાઈએ મજબૂરી બતાવી સોમાભાઈ પાસેથી સોનાની હાંસડી, લોકીટ અને ચેઈન મળી લાખોના દાગીના પડાવ્યા હતા.

માર્ચ 2024માં મકાન લોન કરાવી આપવાના બહાને અને અગાઉના દેવા ચૂકવવાના નામે કુલ ₹8 લાખ રોકડા પડાવી લીધા હતા. ઘનશ્યામ અને તેના પુત્ર અલ્પેશે વધુ 5.75 તોલા સોનું લઈ જઈ ફેડરલ બેંકમાંથી ગોલ્ડ લોન મેળવી લીધી હતી. થોડા સમય બાદ મેલીવિદ્યાની અસર ઓછી થતા સોમાભાઈને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. દાગીના અને રોકડની ઉઘરાણી કરતા આરોપીઓએ હાથ ઊંચા કરી દીધા હતા. આખરે, સોમાભાઈએ ઘનશ્યામ રૂૂપેલીયા, સંજય ભુવા અને અલ્પેશ રૂૂપેલીયા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મને રાત્રે આઠ વર્ષની એક છોકરી સપના આવી બે ધોલ મારી ગયેલ, જે છોકરી કોણ છે અને કેમ ધોલ મારી ગયેલ અને મને કંઇક નડતર જેવું લાગે છે, તે જોવડાવવાનું છે. જેથી આરોપી ઘનશ્યામભાઈ, ભુવાજી સંજયભાઈ બાબુભાઈ ચૌહાણના ઘરે લઈ ગયેલ અને કહેલ કે, સંજયભાઈ સારા ભુવા છે, તમારી બધી તકલીફ દુર કરી નાખશે. આમ ફરિયાદી પતિ-પત્નિનો ફાયદો ઉઠાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *