સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે 72 કલાકના અખંડ મંત્ર જાપ, શંખ નાદ તથા ડમરુ વાદન કાર્યક્રમ યોજાયો જેમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ સ્વાભિમાન પર્વના કેન્દ્રમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તથા સમગ્ર ગુજરાતની સંલગ્ન સંસ્કૃત મહાવિદ્યાલયોના 2500 થી વધુ રૂૂષિકુમારોએ ઓમકારનાદ, મંત્રજાપ, ડમરુ વાદન તથા શંખનાદ કર્યો જેમાં ગુજરાતના તથા દેશના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહી આપણા ઋષિકુમારો ને પ્રોત્સાહિત કર્યા હતા. દેશના વડાપ્રધાન અત્રેના ઋષિકુમારો ની સ્વાગત પરંપરા થી પ્રભાવિત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ ના આયોજન માં ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલીપ રાણા, મિલિન્દ તોરવણે, આલોક પાન્ડે વગેરે દ્વારા સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યો અને વિશ્વ રેકોર્ડ માટેની પ્રક્રિયા કરવામાં આવી તેમાં સફળતા મળી છે. આ સમગ્ર કાર્યક્રમનો વિશ્વ રેકોર્ડ સ્થાપિત થયો છે.
આ સફળતા માટે અત્રેની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિ, કુલસચિવ ડો. મહેશકુમાર મેતરા સમગ્ર સ્ટાફ, ગુજરાતના સંસ્કૃત મહાવિદ્યાલય ના મંડળ ના પદાધિકારી, તમામ આચાર્ય, અધ્યાપક, તથા ઋષિકુમારો ને ગુજરાત સરકાર અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે સોમનાથ જીલ્લાના કલેકટર એન.વી. ઉપાધ્યાય, આર. જી. આલ, સમગ્ર વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગની મહેનત તથા કર્મયોગી ની ટીમને આવકાર્ય છે.
ભારતીય સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિકતા ના કેન્દ્રમાં સોમનાથ મંદિર મુખ્ય સ્થાને છે બાર જ્યોતિર્લિંગ માં પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે જેને માનવામાં આવે છે એ સોમનાથ મંદિર પર એક હજાર વર્ષ પહેલાં જે લૂંટ કરવામાં આવી હતી છતાં આ મંદિરની અખંડતા ની જ્યોત આજે પણ ઝળહળે છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને તેને સંલગ્ન મહાવિદ્યાલયો દિન પ્રતિદિન ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે સતત પ્રયત્નશીલ છે. આપણે જ્ઞાન પરંપરાઓમાં વેદોનું રક્ષણ ઉપનિષદોની માવજત તથા મહાભારત રામાયણ જેવા ઐતિહાસિક ગ્રંથોમાં આ યુનિવર્સિટીમાં જતન કરવામાં આવે છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી આજે સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કે તરીકે સ્થાન પામે છે જેમાં મહાવિદ્યાલયો ની શાસ્ત્ર પરંપરા ભાગવત ચિંતન સંસ્કૃતિનું રક્ષણ જેવી બાબતો પર ખૂબ ચિંતન થાય છે આ ચિંતન એ ભારતીય સંસ્કૃતિના રક્ષણની એક મિશાલ બને છે.
