દાગીના બનાવવા આપેલું રૂા.40.41 લાખનું સોનું ઓળવી વેપારી ફરાર

છેલ્લા એક વર્ષથી સોના-ચાંદીના ભવમાં ભડકો થઈ જતા સોન-ચાંદીની છેતરપિંડી આચરવાના બનાવનોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવા જ એક વધુ બનાવમાં વેપારીએ દાગીના બનાવવા…

છેલ્લા એક વર્ષથી સોના-ચાંદીના ભવમાં ભડકો થઈ જતા સોન-ચાંદીની છેતરપિંડી આચરવાના બનાવનોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવા જ એક વધુ બનાવમાં વેપારીએ દાગીના બનાવવા આપેલ રૂા.40.41 લાખનું સોનુ ઓળવી વેપારી ફરાર થઈ ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા એડીવીજન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવ મળતી વિગત મુજબ મોરબી રોડ પર અભિરામ પાર્કમાં જેકે કોમ્પલેક્ષમાં રહેતા અને ઘરે બેસી ભક્તિ ઓર્નામેન્ટ નામે સોનાના દાગીના બનાવવાનું કામ કરતા હતા. જયદિપભાઈ હરકિશનભાઈ ઝીંજુવાડિયા ઉ.35 નામના વેપારીએ એડિવિજન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જુની ગુજરીબજારમાં જ્વેલ પોઈન્ટ નામના બિલ્ડિંગમાં દુકાન ધરાવતા અને હાથીખાના શેરી નં.13માં રહેતા હારુન કૌશરભાઈ શેખનું નામ આપ્યુ છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમને યુવી બાલી, પંજાબી બાલી સહિતના દાગીના બનાવવા હોય અને આરોપી હારુનભાઈ દાગીના બનાવી આપવાનુ કામ કરતા હોય જેથી ગત તા.16-9ના તેમણે 11.42 લાખનું સોનુ ખરીદી આરોપીને આપેલુ હતુ ત્યારબાદ વધુ દાગીના બનાવવા માટે 28.98 લાખનું સોનુ આપેલુ હતુ અને આરોપીએ 8 દિવસમાં દાગીના બનાવી આપવાનું કહ્યું હતુ જોકે અઠવાડિયા બાદ ફરિયાદીએ દગીના માટે ફોન કરતા આરોપીએ થોડા દિવસમાં બનાવી આપીશ તેમ જણાવ્યું હતું ત્યારબાદ અવારનવાર દાગીના માટે ફોન કરતા અરોપી બહાના બતાવતો હોય અંતે ઓકટોબર મહિનામાં ફરિયાદી તેની દુકાને જતા આરોપી તેની દુકાન બંધ કરી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યુ હતું.

આમ,આારોપી ફરિયાદીની 40.41 લાખનું સોનુ ઓળવી ફરાર થઈ ગયો હોય જેથી તેમણે એડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આર.આર. ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *