સાયબર ઠગાઈના ભોગ બનનારાઓ માટે લોક અદાલત આશિર્વાદરૂપ બની
ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઓનલાઇન નાણાકીય છેતરપિંડી ના ઇન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટ અંતર્ગત નાણાં ફોડ માં લોક અદાલતમાં ભોગ બનનારના કુલ રૂૂા.49,12,855 અરજદારોના ખાતામાં પરત મેળવવા માટેની 17 અરજીની કાર્યવાહી કરવામાં આવેલ હતી.જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા એ સાયબર ફ્રોડ નાબુદ કરવા અને સાયબર ફ્રોડમાં ગુમાવેલ રકમ પરત મળી રહે તે અંગે કામગીરી કરવા સૂચના આપેલી જે અનુસંધાને ગીર સોમનાથ સાયબર ક્રાઈમ ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.રાજપુત ની રાહબરી હેઠળ પો.કો. જયદીપભાઇ ભર્ગા, રવિનાબેન ગોહિલ સહિતના દ્વારા જિલ્લામાં ઓનલાઈન સાયબર ક્રાઇમના બનાવોમાં નાણાકીય ફ્રોડ જેવા કે, ક્રેડીટ, ડેબીટ કાર્ડ, એ.ટી.એમ., ઇન્સ્ટન્ટ લોન, લોન-લોટરી, જોબ, શોપીંગ, યુ.પી.આઈ. તથા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ના ફેક પ્રોફાઇલ બનાવીને થતા ફ્રોડ, ન્યુડ વિડિયો કોલ ફ્રોડ તથા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેવા તમામ પ્રકારના સાયબર ગુનાઓમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂૂપ થાય છે.
ઓનલાઇન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનાર અરજદાર દ્વારા સાયબર ક્રાઇમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરી કમ્પલેન કરેલ હતી જે કમ્પલેન માં અરજદારોના ફ્રોડમાં ગયેલા રૂૂપિયા રાજ્ય તથા રાજ્ય બહારની અલગ અલગ બેંકમાં ફ્રીઝ કરવામાં આવેલ હતા. જે રૂૂપિયા અરજદારોના ખાતામાં પરત મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ કર્મચારીઓ દ્વારા નાણાં ફ્રોડમાં લોક અદાલતમાં ભોગ બનનારના કુલ રૂૂા.49,12,855 પરત મેળવવા 17 અરજીઓ કોર્ટમાં જમા કરવાની કાર્યવાહી કરવામાં આવેલ હોવાનું જણાવેલ છે.
