વિમલનગરમાં થયેલી 4.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝડપાયો

વિમલનગર ગાર્ડન સામેના બંધ મકાનમાંથી ચોરીનો બનાવ સામે આવ્યો હતો.પરીવાર દ્વારકા ફરવા ગયો અને તસ્કરો રૂૂ.4.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે.આ ચોરીનો બનાવ રાજકોટ…

વિમલનગર ગાર્ડન સામેના બંધ મકાનમાંથી ચોરીનો બનાવ સામે આવ્યો હતો.પરીવાર દ્વારકા ફરવા ગયો અને તસ્કરો રૂૂ.4.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે.આ ચોરીનો બનાવ રાજકોટ શહેર એલ.સી.બી. ઝોન-2 અને ગાંધીગ્રામ પોલીસની ટીમે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે એક આરોપીને લાખોના સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને કાર સાથે ઝડપી પાડ્યો છે.

ગત તા.13/03ના રોજ રાત્રિના સમયે વિમલનગર ચોક, વિમલનગર ગાર્ડન પાસે આવેલા એક રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુનાનો ભેદ ઉકેલવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.ચોરીની આ ઘટના બાદ એલ.સી.બી. ઝોન-2 ના પી.એસ.આઈ. આર.એચ. ઝાલા અને ગાંધીગ્રામ પોલીસના પી.એસ.આઈ. વી.જી. ડોડીયાની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.

પોલીસે બનાવ સ્થળના સી.સી.ટી.વી. ફૂટેજ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કેમેરા અને ખાનગી બાતમીદારોની મદદ લીધી હતી. તપાસ દરમિયાન મળેલી હકીકતના આધારે પોલીસે મુંજકા ગામ પાસેથી એક શખ્સને નંબર વગરની ક્રેટા કાર સાથે અટકાવ્યો હતો.
પોલીસે આ ગુનામાં અલ્પેશ ઉર્ફે કાનો ધીરુભાઇ વાટુકીયા (ઉ.વ. 23), રહે. મુંજકા ગામ, રાજકોટ (મૂળ રહે. રામપરા, તા. તાલાળા) નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે નીચે મુજબનો કુલ રૂૂ. 7,93,840/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *