ઉપલેટામાં ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર બી.આર.પટેલ નાઓએ અલગ અલગ ટીમો બનાવી નાસતા-ફરતા આરોપી પકડવા અસરકારક કામગીરી કરવા અને પરીણામલક્ષી કામગીરી થાય તે દિશામા પ્રયત્ન કરવા…

ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર બી.આર.પટેલ નાઓએ અલગ અલગ ટીમો બનાવી નાસતા-ફરતા આરોપી પકડવા અસરકારક કામગીરી કરવા અને પરીણામલક્ષી કામગીરી થાય તે દિશામા પ્રયત્ન કરવા સુચના આપેલ જે પકડાયેલ આરોપી રવિ અંગે ગુનો બનેલ તે વખતે અધૂરૂૂ નામ હતુ.જે કામે ટીમને સતત પૂરા નામ-સરનામાની માહિતી મેળવવા કામે લગાડેલ હતી.

આરોપીની પૂરી વિગત મેળવી ખરાઇ થયા બાદ આરોપી ઉપલેટા તરફ આવનાર હોવાની પોલીસ ઇન્સપેકટર બી.આર.પટેલ સાહેબ તથા પો.હેડ કોન્સ કૌશિકભાઇ જોષીનાઓને સંયુકત રીતે હ્યુમન સોર્સીસથી મળેલ હકીકત આધારે ઉપલેટા પો.સ્ટેના ગુ.ર.નં 0144/2024 આઇ.પી.સી.કલમ 379,114 ના કામના બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઉપલેટા બાય-પાસ કોલકી રોડ ઉપરથી પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. રવિભાઇ રામજીભાઇ બાંભણીયા રહે. રાજકોટ રામનાથપરા ભવાની નગર શેરી નં 6 રામનાથ મંદીર પાસે ખોડીયાર ચોક આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

ઉપલેટા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર બી.આર.પટેલ તથા એ.એસ.આઇ ધરમચંદ કટોચ તથા એ.એસ.આઇ અરજણભાઇ પરમાર તથા પો.હેડકોન્સ કૌશિકભાઇ જોષી, તથા પો.હેડકોન્સ હરેશભાઇ જાંબુકીયા તથા પી.સી મીતુલભાઈ ગરેજા સહિતનાઓ કાર્યવાહીમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *