ગુજરાત વિધાનસભા બાદ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે ધમકીભર્યો મેઇલ મળતાં ખળભળાટ

  ગુજરાત વિધાનસભાને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ, બોમ્બ-ડોગ સ્કવોડ…

 

ગુજરાત વિધાનસભાને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ, બોમ્બ-ડોગ સ્કવોડ સહિતની ટીમો પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ઇમેલમાં વિધાનસભા સહિત રાજ્યના અનેક મહત્વના ઠેકાણે બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે.

આ ધામિક મળતાં જ તમામ ધારાસભ્યો-મંત્રીઓને ગૃહની બહાર કઢાયા છે. આને વિધાનસભા ખાલી કરવામાં આવી છે. આજે સવારે 9 વાગ્યે મળનારી વિધાનસભાની બેઠક આ ધમકીને પગલે તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી છે. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત આજે અમદાવાદની શાળાઓને પણ બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેઇલ મળ્યો છે. મેમનગરની મહારાજા અગ્રેસન, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ, શાંતિ એશિયાટિક સ્કૂલને ધમકી મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. આજે બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે ધમકી મળતાં વિધાર્થી અને વાલીઓમાં ફફડાટ જોવા મળ્યો છે,

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *