નામચીન બાબાખાન પઠાણ અને તેના પુત્રની દાદાગીરી, યુવકને ઢોર માર માર્યો

કુખ્યાત આરોપી બાબા ખાન અને તેના પુત્ર રાજા પઠાણએ ફરી માથાકૂટ કરી છે.યુવાનને ઢોર માર મારી હાથ ભાંગી નાંખ્યો હતો.અમારો દારૂૂનો ધંધો ચાલુ હોય ત્યારે…

કુખ્યાત આરોપી બાબા ખાન અને તેના પુત્ર રાજા પઠાણએ ફરી માથાકૂટ કરી છે.યુવાનને ઢોર માર મારી હાથ ભાંગી નાંખ્યો હતો.અમારો દારૂૂનો ધંધો ચાલુ હોય ત્યારે અહીંથી કેમ નીકળે છે? તેમ કહીં હુમલો કર્યો હતો તેવો યુવાને આક્ષેપ કર્યો છે.

મળતી માહિતી અનુસાર, નાણાવટી ચોક પાસે આરએમસી કોટર નજીક પરમેશ્વર સોસાયટીમાં રહેતા આફતાબ અનિશભાઈ મેમણ (ઉ.22) ગઈકાલે સાંજે સાત વાગ્યા આસપાસ નાણાવટી ચોકમાં પરમેશ્વર સોસાયટી પાસે ખોડીયાર હોટલ નજીક હતો ત્યારે બાબા ખાન અને તેના પુત્ર રાજા પઠાણ અને તેની સાથેના માણસે ઝઘડો કરીને લોખંડના પાઇપ વડે માર મારતા માથે, હાથે અને શરીરે ઇજા થઈ હતી. અફતાબને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેણે જણાવ્યું કે,નાણાવટી ચોક આરએમસી ક્વાર્ટરમાં તેમના માસી મુમતાઝ બેન રહે છે. તે પોતાના માસી ના ઘરે ગયો હતો અને ત્યાંથી પરત આવીને હોટલ પાસે ઊભો હતો ત્યારે આરોપીઓ આવેલ અને અમારો દારૂૂનો ધંધો ચાલુ હોય ત્યારે અહીંથી કેમ તું વારંવાર નીકળે છે? તેમ કહીં હુમલો કર્યો હતો.

બના વંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સ્વીગી ડિલિવરી બોય તરીકે કામ કરતો 22 વર્ષીય આફતાબ મેમણ હાલ રાજકોટ સિવિલમાં દાખલ છે. ઉલ્લેખનીય છે કે, આરોપી બાબાખાન પઠાણ અને તેનો પુત્ર રાજા પઠાણ અગાઉ પણ અનેક વખત પોલીચોપડે ચડી ચુક્યા છે છતાં સુધરવાનું નામ નથી લેતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *