હળવદમાં ટ્રેક્ટરને ઓવરટેક કરતી વખતે બાઈક સ્લિપ થતા યુવકનું મોત

હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી…

હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે બાઈક સ્લીપ થતાં પાછળ બેઠેલા યુવક રસ્તા પર પટકાઈ ગયા હતા અને ટ્રેક્ટર ટ્રોલીના ટાયરના નીચે આવી જતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ અકસ્માતમાં રેશલીયા ભીલ નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટના મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકની પત્ની દિનાબેન ભીલે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસ દ્વારા જીજે13 કેકે8178 નંબરની મોટરસાયકલ ચલાવનાર અજિત ધાણક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *